સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 માર્ચ 2022 (08:55 IST)

સુરતથી ઉપડેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન ઉપર કીમ નજીક પથ્થરો વરસ્યાં; મુસાફરો સમયસર નીચે નમતાં કોઈને ઈજા ન થઈ

સુરત નજીક કીમ સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 7.55 કલાકે તેજસ એક્સપ્રેસ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો. જેના કારણે ટ્રેનના કોચના કાચ અને બર્થને નુકસાન થયું હતું.

માહિતી આપતા વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, સુરતથી ટ્રેન રવાના થયા બાદ જ્યારે કીમ સ્ટેશન નજીક પહોંચી હતી ત્યારે સાંજે 7.55 વાગ્યે કેટલાક અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ટ્રેનના સી - 4 અને સી - 6 કોચની વિન્ડોને નુકસાન થયું હતું. જોકે મુસાફરોનો બચાવ થયો હતો અને સમયસર નીચે નમી ગયા હતા જેના કારણે તેમને કોઈ ઈજા થઈ ન હતી. કોસંબા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. કીમ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 8 વાગ્યાના અરસામાં સુરતથી ઉપડેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં C-4 અને C-6 કોચના કાચને નુકસાન થયું હતું. કાચ પર પથ્થરમારાનો અવાજ શરૂ થતાં મુસાફરોમાં ભય ફેલાઈ ગયો હતો.