ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 માર્ચ 2022 (15:05 IST)

મિશન ગુજરાત - પીએમ મોદીનો ભવ્ય રોડ શો પછી હવે અમદાવાદમાં આરએસએસનુ મંથન

એક તરફ ગુજરાતમાં ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી જીતનો જશ્ન મનાવવા અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે.બીજી બાજુ અમદાવાદમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં RSSના વડા મોહન ભાગવત હાજર રહ્યાં છે. ગુજરાતમાં આાગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે વડાપ્રધાન સાંસદો, ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે અને ચૂંટણીમાં જીત મેળવવા માટેનું માર્ગદર્શન આપશે. એક બાજુ અમદાવાદમાં સંઘનું મંથન ચાલી રહ્યું છે. બીજી બાજુ વડાપ્રધાન ભાજપના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા માર્ગદર્શન આપી રહ્યાં છે.
 
દેશભરમાં 55 હાજર સ્થાનો ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે
આ બેઠકમાં હાલ દેશભરમાં 55 હાજર સ્થાનો ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે. જે અવનાર બે વર્ષમાં 1 લાખ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ સિવાય કેવા પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો સાથે લોકો વચ્ચે થઈ શકાય તે અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સમગ્ર ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતુ બનાવવા માટેના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.
 
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી વર્ષ વચ્ચે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ પણ અમદાવાદમાં છે. તેવા સંયોગ વચ્ચે અમદાવાદમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમો અંગે રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે. વર્ષ 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો યોજાવાના છે 11 થી 13 માર્ચ સુધી યોજાનારી બેઠકમાં 7 માર્ચથી જ સંઘના વડા મોહન ભાગવત આવી ચૂક્યા છે.