મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 એપ્રિલ 2020 (17:17 IST)

સુરતમાં પાલિકાએ 75% વિસ્તારના 24,722 સ્થળોને ડિસઇન્ફેકટ કર્યા

સુરત શહેરમાં કોરોનાની પરિસ્થિતિ જોતા આજ સુધીમાં શહેરના 75 ટકા વિસ્તારમાં કુલ 24,722 સ્થળોને ડિસઈન્ફેક્ટ કરાયા છે. 300થી વધુની પાલિકાની ટીમે કામગીરી કરી છે. શહેરના 75 ટકા વિસ્તારોને ડિસઇન્ફેકટિવ કરવા 37 હજાર લિટર સોડિયમ હાઈપોક્લોરાઈડ અને 2 હજાર લિટરનું બેન્જોકોનિયમ ક્લોરાઈડનો ઉપયોગ કરાયો હતો. શાકભાજી માર્કેટો, સ્મીમેર-સિવિલ હોસ્પિટલ, કવોરોન્ટાઇન સેન્ટરો, માસ કવોરોન્ટાઇન વિસ્તારો ડિસઇન્ફેક્ટિવ કરાયા હતાં.રવિવારે કુલ 2568 સ્થળોમાં ડિસ-ઇન્ફેક્ટની કામગીરી  કરાઇ હતી. રાંદેર ઝોનમાં મહિલાનો પોઝિટિવ કેસ આવતા શનિવારે રાત્રે નક્ષત્રથી ગૌરવપથ-પાલનપુર જકાતનાકા સુધી 1  કિ.મીમાં 122 સ્થળોને ડિસઈન્ફેક્ટ કર્યા છે.  અડાજણ પાટીયાના સિદ્દીકી સ્કવેરમાં રહેતા વ્યક્તિને પોઝિટિવ આવતાં પાલ પાલનપુર કેનાલ રોડ પરના પોઝિટિવ કેસ સાથે ડિસઈન્ફેક્શનની કામગીરી કરાઇ. ઉધના ઝોનમાં બમરોલીની હરિધામ સોસા. ફરી પોઝિટિવ કેસને લીધે વીબીડીસી ખાતાની ટીમે ત્યાંથી છેક પીયુષ પોઈન્ટ પાંડેસરા સુધીના 1 કી.મી વિસ્તારને આવરી લઈ ડિસ-ઈન્ફેક્ટ ક્યો છે.