સુરત માર્કેટમાં કિન્નરોની એન્ટ્રી પર લાગવામાં આવ્યો પ્રતિબંધ
સુરતમાં એક માર્કેટમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો છે. કિન્નરો દ્વારા એક યુવકને મારમારીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બાદ માર્કેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતાં સુરતમાં જાપાન માર્કેટના પ્રમુખ લલિત શર્માએ કહ્યું હતું કે, ‘કિન્નરો ઘણીવાર લોકોને હેરાન કરે છે. તેમને આવું કરવાથી રોકવા માટે તેમના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે, જેથી તેઓ આવા કામ ન કરે. ‘ આ અંગે બજારમાં એક નોટિસ પણ લગાવમાં કરવામાં આવી છે. જો કે, કિન્નરોનું કહેવું છે કે તેમને અન્યની ભૂલની સજા ન થવી જોઈએ. પાયલ કૌર નામના એક કિન્નરે કહ્યું કે, ‘અમે આ પ્રતિબંધથી ખૂબ નારાજ છીએ. ખાસ પ્રસંગોએ, આ બજારોમાંથી અમને જે નાણાં મળે છે તે આપણી આજીવિકાની સહાયતા છે. આ પ્રતિબંધ ખોટો છે