રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 6 એપ્રિલ 2020 (14:12 IST)

સુરતમાં સિવિલ હોસ્પિટલની મહિલા ડોક્ટર અને પાડોશીઓનો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને નવી સિવિલિ હોસ્પિટલની મહિલા ડોક્ટર અને પાડોશીઓ વચ્ચે થયેલો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો છે. મહિલા ડોક્ટરે પાડોશી પર કોરોના બાબતે ધમકાવતા હોવાનો આક્ષેપ કરી વીડિયો વાઈરલ કર્યો હતો. ત્યારબાદ અડાજણ પોલીસ દ્વારા પાડોશી યુવકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પાડોશી યુવકની પત્નીએ તમામ આરોપો નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે, મહિલા ડોક્ટરે આખી વાત ગેર માર્ગે લઈ જઈ તેમના પતિની ખોટી રીતે કસ્ટડી કરાવી છે.  અડાજણ સંજીવકુમાર ઓડિટોરિયમની બાજુમાં રાજહંસવ્યુમાં રહેતી નવી સિવિલની મહિલા ડોકટર સંજીવની પાનીગ્રહીને તેના પડોશી ચેતન મહેતા કહ્યું કે તમે હોસ્પિટલમાં નોકરી કરો છો તો તમને કોરોના તો નથી ને એવું કહી શનિવારે ધમકાવવા હોવાનો આરોપ મૂક્યો હતો. રવિવારે સાંજે ચેતન મહેતાની પત્ની તેના ફલેટ પાસેથી જતી હતી તે સમયે મહિલા ડોકટરે પાળેલું ડોગી ભસવા લાગ્યું હતું. જેથી ચેતનની પત્નીએ બૂમાબૂમ કરી માથાકૂટ કરવા લાગી હતી. જોતજોતામાં ચેતન મહેતા પણ ત્યાં આવી ગયો હતો અને તેણે મહિલા ડોકટર સાથે ઝધડો કરવા લાગ્યો હતો. મહિલા ડોકટરે પડોશી ચેતન મહેતાનો ઝઘડો કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. મહિલા ડોકટરે ઘારાસભ્યને જાણ કરી હતી. જેથી અડાજણ પોલીસ ત્યાં દોડી આવી હતી. અડાજણ પોલીસે ડોકટરની ફરિયાદ લઈ ચેતન મહેતાની સામે અટકાયતી પગલા લીધા હતા.