1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2017 (14:24 IST)

Surat News - GSTના વિરોધમાં ટેક્સટાઇલ માર્કેટ બંધ વેપારીઓનું પ્રદર્શન

દેશભરના 500 જેટલા વેપારીઓની સુરત જીએસટી સંઘર્ષ સમિતિની આગેવાનીમાં શુક્રવારે સાંજે મળેલી બેઠકમાં તા. 27 થી 29 જૂનનો બંધનો એલાન આપવામાં આવ્યું હતું. જોકે ટેક્સટાઇલ વેપારીઓએ હોબાળો મચાવી જીએસટી સંઘર્ષ સમિતિના વિરુધ્ધમાં નારેબાજી કરી આજથી જ બંધનું એલાન આપ્યું છે. જેથી આજે કાપડ માર્કેટ બંધ રાખવામાં આવ્યુ છે.  જીએસટીના વિરોધમાં હજારોની સંખ્યામાં વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. અને વાહનો પર રિમુવ જીએસટીના સ્ટીકર્સ લગાવી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.  

23મી જૂને નિર્ણય નહીં અપાવવા પર અનિશ્ચિત સમયની હડતાલની મોટી વાતો કરનારા જીએસટી સંઘર્ષ સમિતિના સંયોજકો અને અન્ય આગેવાનો દ્વારા તા.27જૂનથી બંધનો નિર્ણય કરાતા રોષે ભરાયેલા વેપારીઓએ માર્કેટની બાલ્કની તેમજ માર્કેટના કોરીડોરમાં મોટી સંખ્યામાં ભેગા બનેલા વેપારીઓએ ફોસ્ટા તથા સંઘર્ષ સમિતિના સંયોજકો વિરુધ્ધ નારેબાજી કરી હતી.