રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 (12:00 IST)

સુરેન્દ્રનગર: 2 અકસ્માતમાં 6ના મોત

સુરેન્દ્રનગર-સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકા પાસે વહેલી સવારે વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
 
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે અમદાવાદ-કચ્છ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનનું ટાયર ફાટી જતા વાન પલ્ટી મારી ગઈ હતી. જેથી વાનમાં સવાર 4 વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા.