બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (16:23 IST)

PIL સુનાવણી પહેલાં જ કરવામાં આવ્યો RT-PCR ટેસ્ટીંગની ફીમાં ઘટાડો

સુરતના જાગૃત નાગરિક એવા સંજય ઇઝાવા દ્વારા તારીખ ૦૫.૦૫.૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી, ગુજરાત સરકાર, ચીફ સેક્રટરી, પ્રિન્સિપાલ સેક્રટરી, હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ, કલેકટર, સુરત જીલ્લા, કમિશ્નર, સુરત મહાનગર પાલિકાને પત્ર લખીને કોવીડ -૧૯ મહામારીના RT-PCR ટેસ્ટીંગની ફી રૂ.૫૦૦/- કરીને જાહેરનામું બહાર પાડવા રજુઆત કરી હતી. 
 
આ કોવીડ -૧૯ મહામારીના સમયમાં લોકોને પોતાના કામધંધા માં થયેલ અસર અને આવકમાં થયેલ ઘટાડાને ધ્યાનમાં લઈને કોવીડ-૧૯ માટે જરૂરી ટેસ્ટ એવા RT-PCR ની ફી ઘણા બધા રાજ્યોમાં રૂ.૫૦૦/- છે. જેનાથી નાગરિકોને વારંવાર કોવીડ-૧૯ ને લાગતા RT-PCR ટેસ્ટ કરવામાટે નાણાકીય બોજ ના પડે. 
 
હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ, કેરલા સરકાર દ્વારા તારીખ:- ૩૦.૦૪.૨૦૨૧ ના રોજ G.O.(Rt) No.980/2021/ H&FWD થી બહાર પાડેલ પરિપત્ર મુજબ VTM, RNA, Examination Kits, PCR test kit અને અન્ય જરૂરી વસ્તુઓ સાથેના RT-PCR ટેસ્ટ એક વાર કરવામાટે ૫૦૦/- રૂપિયા ચાર્જ ખાનગી તથા સરકારી લેબ માં વસુલવામાં આવે છે. 
 
કેરલા સરકારના KMSCLસંસ્થા દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ VTM,RNA, Examination Kits, PCR test kit અને અન્ય જરૂરી વસ્તુઓની કીમત રૂ.૧૩૫ થી ૨૪૦ સુધી હોવાથી અને સેમ્પલ કલેક્શન, બાયો મેડીકલ વેસ્ટ નિકાલ અને સાથે LDMS પોર્ટલ માં ૨૪ કલાકમાં ટેસ્ટ રીઝલ્ટ અપડેટ કરવા સાથેનો તમામ ખર્ચ @૪૪૮.૨૦ માં થતો હોય છે. RT-PCR ટેસ્ટ ના ચાર્જ ઓડીશા માં રૂ.૪૦૦/- અને હરિયાણા, તેલુનગુના, ઉત્તરાખંડ જેવા રાજ્યમાં રૂ.૫૦૦/- રાખવામાં આવેલ છે. 
 
આ સાથે ભારતના અન્ય ઘણા રાજ્યોમાં કોવીડ-૧૯ ના ટેસ્ટ માટે RT-PCR કરવા માટેનો ચાર્જ ઓછુ કરેલ હોવાથી ગુજરાત રાજ્યમાં પણ આ ટેસ્ટના ચાર્જ ખાનગી અને સરકારી લેબમાં સેમ્પલ કલેક્શન સાથે રૂ.૫૦૦/- નિયત કરીને સરકારનો હુકુમ બહાર પાડવા સંજય ઇઝાવા દ્વારા રજુઆત કરવામાં આવેલ હતી. 
 
ગુજરાત સરકાર દ્વારા RT-PCR ટેસ્ટ ના ચાર્જ રૂ.૭૦૦/- અને સેમ્પલ કલેક્શન સાથેનો ચાર્જ રૂ. ૯૦૦/- જાહેર કરવામાં આવેલ હતો. છતાં કોઈ પણ લેબ RT-PCR ટેસ્ટ માટે રૂ. ૧૨૦૦/- થી ઓછા લેતા નથી. આ સંજોગમાં વારંવાર RT-PCR ટેસ્ટ કરવામાટે સરકાર દ્વારા પરિપત્રો બાહર પાડવામાં આવે છે. ગુજરાત બાહર જાવું હોય, વિમાની મુસાફીરી કરવી હોય, તથા કોઈ હોટેલ માં રોકાવું હોય તો પણ ૭૨ કલાક પહેલા RT-PCR ટેસ્ટ રીપોર્ટની જરૂરિયાત છે. 
 
આ વિષયમાં સરકાર દ્વારા કોઈ પગલા નહી લેતા આ મુદો સંજય ઇઝાવા દ્વારા ગુજારતા હાઈ કોર્ટમાં પડકારવામાં આવેલ હતા. જે PILની સુનાવણી આવનાર દિવસોમાં નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં થવાની સંભાવના હતી. કોર્ટની સૂચના મુજબ સરકાર શ્રીને પેટીશનની નકલ પહલેથી આપવાની હોવાથી અને મુદ્દો કોર્ટ સુધી પોહંચી ગયેલ હોવાથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવેલ છે કે RT-PCR ટેસ્ટ માટે ખાનગી લેબ માં રૂ.૪૦૦/- અને ઘરે થી સેમ્પલ લેવાનું હોય તો રૂ.૫૫૦/- ચાર્જ નક્કી કરેલ છે. 
 
કોવીડ અંગે સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ અન્ય રજુઆતો પણ આવનાર દિવસોમાં સરકાર દ્વારા નહી સંભાળવામાં આવે તો આ PILસાથે આગળ વધવાની એમની ગણતરી છે.