મંગળવાર, 11 માર્ચ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જુલાઈ 2021 (14:49 IST)

વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પેરાલિસિસ પીડિત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોઈને પતિ ચોંકી ઊઠ્યો

વડોદરાની સયાજી હોસ્પિટલના લાલિયાવાડીને લઇને અવારનવાર વિવાદોમાં આવતી રહે છે, ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વધુ એક લાલિયાવાડી આવી સામે આવી છે, જેમાં પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતાં પતિ ચોંકી ઊઠ્યો હતો. પતિએ વીડિયો ઉતારીને વાઇરલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે મીડિયા  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે હજી સુધી મને કોઇ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે એટલે તપાસ કરીશું.વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની અમાનવીય બેદરકારી બહાર આવતાં દર્દીઓનાં સગાંમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસરનાં દર્દી ગીતાબેન પેરાલિસિસની બીમારીથી પીડાય છે. આ દરમિયાન તેમને કોરોનાની સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવા છતાં તબીબો કે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઇ દરકાર લેવામાં આવી નહોતી.

મહિલા દર્દીનો પતિ જ્યારે વોર્ડમાં તેની ખબર પૂછવા ગયો ત્યારે તેના મોઢા પર કીડીઓ ફરતી જોઇને ચોંકી ઊઠ્યો હતો અને તરત જ આ અંગે નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી. ત્યાર બાદ મહિલા દર્દીના મોઢા પરથી કીડીઓ હટાવવામાં આવી હતી.મહિલાને પેરાલિસિસ હોવાથી માનવતા રાખવા વિનંતી કરી મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી હોવાની ઘટના સામે આવતાં તેમના પતિએ નર્સિંગ સ્ટાફ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહિલાને પેરાલિસિસ હોવાથી માનવતા રાખવા માટે વિનંતી કરી હતી.