રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2023 (07:57 IST)

રાજકોટના હિરાસર એરપોર્ટ ઊતર્યું પહેલું વિમાન

rajkot news
દિવસ અને રાત બંને સમયે ટેક ઓફ અને લેન્ડિંગ થશે
રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા મુજબ નવા હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પર એરક્રાફ્ટના ટેક ઓફ અને લેન્ડિંગની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે. આ ટેસ્ટિંગમાં એરક્રાફ્ટ દિવસ અને રાત બંને સમયે ટેક ઓફ અને લેન્ડ થશે. 
 
27 જુલાઈએ PM હસ્તે લોકાર્પણ થશે
એરફોર્સના 737 બોઇંગનું પ્રથમ વખત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર લેન્ડિંગ કરવામાં આવતા ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. આજથી એરફોર્સના હવાલે એરપોર્ટ આવી ગયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આગામી 27 જુલાઈના રોજ ખુદ પ્રધાનમંત્રી તેમના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે.