અમદાવાદમાં બે વર્ષ બાદ યોજાશે ફ્લાવર શૉ, ટીકિટનો દર આટલો રાખવામાં આવ્યો
અમદાવાદમાં ઉત્સવોની હેલી સર્જાઇ છે તેમાં ફ્લાવર શૉ એક આગવું સોપાન છે. અમદાવાદમાં બે વર્ષ બાદ આ વર્ષે ફરી એકવાર ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્ષે પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદમ મ્યુનિસિપલ કોર્યોરેશનના સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ફ્લાવર શૉમાં અંદાજે 10 લાખ લોકો મુલાકાત લઈ શકે છે.
અમદાવાદમાં ફલાવર શૉ દરમિયાન અટલ બ્રિજ બપોર 2 વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે. આ ઉપરાંત 14 દિવસ સુધી અટલ બ્રીજ બંધ રહેશે. ફ્લાવર શૉમાં આવતી ભીડને અનુલક્ષીને તંત્ર દ્વારા અટલ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાવર શૉ માટેની ટીકીટનો દર રુપિયા 30 રાખવામાં આવ્યો છે. આ ફ્લાવર શૉની 20થી વધુ કાઉન્ટર પરથી ટીકીટ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક ઝોનના સિવિક સેન્ટર પરથી પણ ટીકીટ મેળવી શકાશે. આ ફ્લાવર શૉમાં સ્કૂલ અને 12 વર્ષથી નાના બાળકોનો પ્રવેશ ફ્રી રહેશે. આ અગાઉ બે વર્ષ પહેલા ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યુ હતું અને તે વખતે અંદાજીત 8 લાખ લોકોએ મુલાકાત કરી હતી.
અમદાવાદમાં દર વર્ષે કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો ની એક થીમ બનાવવામાં આવે છે. આ વખતે G20 સમિટ, આઝાદી અમૃત કાળ, આયુર્વેદિક, સ્પોર્ટ્સ સહિતની થીમ પર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શૉમાં 200થી વધુ પ્રજાતિના 5 લાખથી વધુ દેશી વિદેશી ફૂલ છોડ જોવા મળશે. આ ઉપરાંત 20થી વધુ સેલ્ફી પોઇન્ટ, વિવિધ પશુ પંખી અને વિષયના આકર્ષક ફલાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે. અમદાવાદમાં બે વર્ષ બાદ યોજાનારા ફ્લાવર શૉમાં કોરોનાની કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવુ જરુરી રહેશે. આ વર્ષે ફરી કોરોનાની દહેશત ફેલાઈ છે ત્યારે હવે તંત્રએ ફરજીયાત માસ્ક પહેરવાનો નિર્ણય કર્યો છે અને આ ફ્લાવર શૉમા માસ્ક વગર પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત મુલાકાત દરમિયાન લોકોએ કોરોનાની અન્ય કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું રહેશે.