ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 5 મે 2021 (18:31 IST)

Salute - પ્રેગ્નેન્ટ હોવા છતાં નર્સ અંજલી બહેન દર્દીઓની સારવાર કરી બન્યા સેવાની મિસાલ

દર્દીઓની સેવાને પોતાનો મુખ્ય ધ્યેય બનાવનારા ફ્લોરેન્સ નાઇટિંગલનું અનુકરણ કરી દર્દીઓની સેવામાં જ પોતાનું સુખ જોનારા અનેક આરોગ્યકર્મીઓના દાખલા આપણી સામે છે. ત્યારે આણંદના સોજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત નર્સ અંજલીબેન પરમાર પણ આવું જ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અંજલીબેન હાલ ગર્ભવતી છે. આમ છતાં, તેઓ કોરોના સંક્રમણ વચ્ચે પણ નિયમિતરૂપે પોતાની ફરજ અદા કરી રહ્યા છે અને સતત દર્દીઓની સેવા- શુશ્રુષા કરી રહ્યા છે. એટલું જ નહીં, જરૂર પડ્યે રાત્રિફરજ પણ નિભાવે છે. ખરેખર, અંજલીબેન જેવા આરોગ્યકર્મીઓ જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને સાર્થક કરી રહ્યા છે. તેમની સંવેદનશીલતા અને હિંમતની સરાહના થઈ રહી છે.