રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 નવેમ્બર 2021 (12:22 IST)

રાજ્યમાં બે મોટા અકસ્માત, 3 લોકોના મોત

અમદાવદ એક્સપ્રેસ હાઈવે પર આજે દિવાળીના દિવસેજ અકસ્માત સર્જાયો છે. જેમા આ ભયંકર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત કરૂણ મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત એટલો ગંભીર હકો કે ઘટના સ્થળેજ 3 લોકોના મોત થયા છે. જેના કારણે મૃતકોના પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું છે. 
 
ઘટનાની જાણ થતાજ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. જ્યા તેમણે મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગાડીમાં ફસાયો હતો. જેથી ફાયરબ્રિગેડને બોલાવામાં આવી હતી. જેમા ફાયર બ્રિગેડે ભારે જહેમત કરીને એક વ્યક્તિને ગાડીની બહાર કાઢ્યો હતો. 
 
આ તરફ અરવલ્લીમાં પણ દિવાળીના દિવસેજ ભયંકર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ધનસુરા પોલીસ પણ ઘટના  સ્તરે પહોચી હતી જેમણે  ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં જે અકસ્માત થયો તે અકસ્માતમાં સ્થાનિકોને 3 મોબાઈલ અને 50 હજાર રોકડા મળી આવ્યા હતા. જે રૂપિયા અને મોબાઈલ સ્થાનિકોએ પોલીસને આપ્યા હતા. જેથી સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ આરંભી છે.