સંબંધિત સમાચાર
- Tokyo Paralympics: અવનિ લખેરાએ ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ, પૈરાલંપિક રમતમાં બનાવ્યો રેકોર્ડ
- ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો- DGCAએ જાણકારી આપી
- UP- રાષ્ટ્રપતિએ રામાયણ કોન્કલેવનું કર્યું ઉદ્ઘાટન, રામજન્મભૂમિમાં કર્યા રામલલાના દર્શન
- ભારત બંધનું એલાન- 5 સપ્ટેમ્બરથી સંયુક્ત કિસાન મોરચાનું 'મિશન યુપી', 25 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન
- Tokyo Paralympics- હાઈ જંપમાં નિષાદ કુમારનો કમાલ દેશને અપાવ્યુ બીજુ સિલ્વર મેડલ
Pithoragarh Cloud Burst Video: પિથૌરાગઢના જુમ્મામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત અને 7 ગાયબ, ડઝનો ઘર તૂટી પડ્યા
ઉત્તરાખંડમાં પિથૌરાગઢ (Pithoragarh)જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના ધારચુલા સ્થિત જુમ્મા ગામ(Jumma Village)માં વાદળ ફાટવાથી(Cloud Burst) વ્યાપક નુકસાનના સમાચાર છે. ડઝનો મકાન તૂટી પડ્યા છે. મળતી માહિતી મુજબ કાટમાળમાં દબાય જવાને કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા છે. સાથે જ આ ઘટનાને કારણે સ્થાનિક લોકો ગભરાટમાં છે. મળતી માહિતી મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ખુદ ટ્વિટ કરીને આ ઘટના વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પિથોરાગઢ જિલ્લાના જુમ્મા ગામ પાસે ભૂસ્ખલનને કારણે બે લોકોના કરૂણ મોત થયા હતા અને અન્ય 5 લોકો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. આ સંદર્ભે, જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કર્યા બાદ બચાવ અભિયાનને વધુ સઘન બનાવવાની સૂચના આપવામાં આવી છે. હું ત્યાં ફસાયેલા લોકોની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
#Pithoragarh
— Smriti Sharma (@SmritiS24856750) August 30, 2021
At least seven persons are missing after a #cloudburst created havoc in Jumma village in Pithoragarh dist of #Uttarakhand. The cloud burst happened around midnight. pic.twitter.com/BD711U8Hbn
ગયા અઠવાડિયે પણ મુશળધાર વરસાદે પિથોરાગઢ જિલ્લાની બોર્ડર પર તબાહી મચી હતી. વરસાદને કારણે જમીન ઢસડવાથી ઘણા રસ્તા બંધ થઈ ગયા હતા. સાથે જ સામાન્ય લોકો પણ અને મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. બલુઆકોટમાં એક મહિલા ભારે કાટમાળ નીચે દટાયેલી હતી. ધારચુલા તહસીલના અલઘરામાં ભારે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ચીન સરહદને જોડનારો તવાઘાટ રસ્તો બંધ થઈ ગયો હતો. જમીન ઢસડવાથી ભારે કાટમાળને કારણે નીચાણવાળા વિસ્તારોમાં 20 મકાનો જોખમમાં હતા. સ્થાનિક વહીવટીતંત્રે 12 મકાનોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
