રાજકોટમાં 2 હજાર લોકોએ 2 KM લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કાઢી તિરંગા યાત્રા, રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રાજકોટના રેસકોર્સ રિંગ રોડ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ તિરંગા યાત્રા બે કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કાઢવામાં આવી હતી. તિરંગા રેલીનું આયોજન રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સમગ્ર શહેરના રાજમાર્ગ ઉપર રાષ્ટ્રભક્તિનાં માહોલ સાથે આન-બાન અને શાનથી સમગ્ર શહેર જાણે રાષ્ટ્રભક્તિ રંગે રંગાય ગયું હતું. તિરંગા યાત્રા દરમ્યાન બાળકો દેશભક્તિના પરિધાનમાં ખીલી ઉઠયા હતાં. બહુમાળી ભવનથી શરૂ થયેલી યાત્રા મહાત્મા ગાંધીના સ્ટેચ્યુએ સમાધાન કરાયું હતું. આ રેલી જિલા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, માલવીય ચોક થઇને ત્રિકોણ બાગથી મહાત્મા ગાંધી મ્યૂઝિયમ અને ત્યાંથી જુબલી મહાત્મા ગાંધીની પ્રતિમા પર જઇને સમાપ્ત થઇ હતી.
આ તિરંગા યાત્રામાં પાડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવેલા 400 જેટલા શરણાર્થીઓ પણ હાજર રહેશે. ઐતિહાસિક તિરંગા યાત્રામાં હજારો નાગરિકો જોડાશે તિરંગા યાત્રામાં જોડાયા હતા.
તિરંગા યાત્રાના આયોજન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. વિજય રૂપાણીએ કહ્યું કે સીએએના સમર્થનમાં મુસ્લિમ સમાજ, જૈન સમાજ, હિંદુ સમાજ તમામ આગળ આવ્યા છે. કેન્દ્ર સરકાર આ ઐતિહાસિક નિર્ણય છે. આ પ્રકારની રેલી રાજ્યના તમામ શહેરોમાં કાઢવામાં આવી રહી છે. સીએએને રાજ્યમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સાચું કહીએ તો દેશના ટુકડા ટુકડા કરવાનો નારો લગાવનારાઓને આ આકરો જવબ છે.
વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ મુસલમાનોને ગેરમાર્ગે દોરી રહી છે. સીએએ નાગરિકતા આપવાનો કાનૂન છે, નાગરિકતા લેવાનો નહી, તેને સમજવો જરૂરી છે, તેને સમજાવવો જરૂરી છે. તેનાથી લોકોને ડરવાની જરૂર નથી. જોવું જોઇએ કે ભારતના તમામ ધર્મો નાગરિકો રેલીનું સમર્થન કરી રહ્યા છે.
તો બીજી તરફ આ દરમિયાન 28 એનઆરઆઇ પણ રેલીમાં સામેલ થયા. એકસાથે હજારો લોકોએ ભાગ લીધો. લોકોએ પોતાના હાથમાં 'I Support CAA' નું બેનર હતું. મોટી સંખ્યામાં મહિલાઓ પણ તેમાં સામેલ થઇ હતી.