ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 મે 2020 (16:02 IST)

સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 મુદ્દે સરકારે લોકોની જીંદગી સાથે ખેલ અને મિત્રનું માર્કેટિંગ કર્યુ હોવાનો કોંગ્રેસનો આરોપ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, સરકારે માત્ર લોકોની જીંદગી સાથે ખેલ કર્યો છે. સરકારે ખોટી જાહેરાતો કરી છે. જે પોકાળ સાબિત થઈ છે. ગુજરાત સરકારે માત્ર મિત્રનું માર્કેટિંગ કર્યુ છે. નિષ્ણાંતોના અભિપ્રાય સિવાય ઉપયોગ કર્યો તે કેટલો હિતાવહ છે. મને જણાવશો કે ધમણ – 1થી કેટલાને સારવાર અપાઈ? કોરોનાને લઈને અમદાવાદની સિવિલમાં મૃત્યુદર આટલો કેમ ઉંચો? ત્યારે તમામ સવાલોને લઈને કોંગ્રેસ કરી ન્યાયિક તપાસની માંગ છે. ચાવડાએ ઉમેર્યું કે, સરકારે હોમવર્ક કર્યા વગર લૉકડાઉનનો અમલ કર્યો છે. સરકાર પાસે રણનીતિ નથી. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માત્ર 10 દિવસમાં વેન્ટિલેટર બનાવવાની સફળ કામગીરીની જાહેરાત કરી હતી. રાજકોટની એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું હતું, જેને ધમણ-1 નામ અપાયું હતું. ત્યારે આ વેન્ટીલેટર પર સવાલો ઉભા થયા છે. અમદાવદના સિવિલના તબિબોએ લેખિતમાં આ અંગે ફરિયાદ કરી છે કે, ધમણ વેન્ટીલેટર કોરોનાના દર્દીઓ માટે ધાર્યું પરિણામ આપતી શક્તુ નથી. ચાવડાએ ઉમેર્યું હતું કે, સીએમ વિજય રૂપાણી પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, 56 દિવસમાં એક વખત મુખ્યમંત્રી બંગલાની બહાર નીકળ્યા. 5 એપ્રિલના રોજ ધમણ-1ના લોંચીગ માટે મુખ્યમંત્રી બહાર આવ્યા હતાં. તે આવકારદાયક હતી. પરંતુ ધમણ-1 લોકોને સાજા કરવામાં પુરતુ સફળ થયું નથી. 4 એપ્રિલના રોજ રાજ્ય સરકારે 1 હજાર નવા વેન્ટિલેટર ખરીદવાની વાત કરી હતી. તેમાંથી કેટલા વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે. તેનો જવાબ સરકાર આપે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ 1 વેન્ટિલેટર અંગે લેખિત રજૂઆત કરી છે. રાજકોટમાં બનેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કોરોનાના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નહિ હોવાનો દાવો તબીબોએ કર્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે સરકાર પાસે બીજા 100 હાઈએન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરી છે. સિવિલમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની માંગ કરાઈ છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 75 ધમણ-1 વેન્ટિલેટર કાર્યરત છે.