શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 જુલાઈ 2021 (18:12 IST)

ગુજરાતમાં થયો ગર્ભપાત રેકેટનો પર્દાફાશ, નિતીન પટેલે આપ્યા આ આદેશ

મહિસાગરના સંતરામપુરમાં ગર્ભપાત રેકેટનો મોટો પર્દાફાશ થયો છે, જેના લીધે જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે. જોકે સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છે. મહિસાગરના સંતરામપુરમાં મહિલાના પેટમાં જ બાળકની હત્યા કરવાનો વીડિયો સામે છે. 
 
આ વીડિયો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, યુવતીના પેટમાં રહેલા બાળકને સ્થાનિક મહિલાઓ દ્વારા જ ગર્ભપાત કરાવવામાં આવી રહ્યો છે. જેને લઇને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કડક પગલાના આદેશ આપ્યા છે.  રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈપણ સ્થળે ગર્ભપાત કરવો એ રાજ્યમાં ગેરકાયદેસર છે અને સમગ્ર મામલે તપાસ કરીને યોગ્ય પગલાં લેવાશે. 
 
મહિસાગરના સંતરામપુરમાં અનેક જગ્યાએ મંજૂરી વિના ગર્ભપાત કરવામાં આવી રહ્યા છે. તેવી માહિતી સામે આવી છે. સાથેજ વીડિયો પણ સંતરામપુરનો હોવાનું સામે આવ્યું છે. જે વીડિયો સામે આવ્યો છે. તેમા 4 મહિલાઓ ગર્ભવતી મહિલાનો ગર્ભપાત કરી રહી છે.  
સંતરામપુરમાં અનેક જગ્યાએ ગર્ભપાતનું રેકેટ ચાલી રહ્યું છે. અહીયા ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાંથી ઈન્જેકશન આપીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવે છે. ત્યાં લઈ જઈને તેમનો ગર્ભપાત કરવામાં આવતો હોય છે. ઉલ્લેખનીય છે કે રહેણાંક મકાન ભાડેથી લઈને મહિલાઓના ગર્ભપાત કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. તો બીજી તરફ આ મામલે આરોગ્ય વિભાગનું કહેવું છે કે તેમની પાસે કોઈ માહિતી નથી.