શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 જુલાઈ 2021 (15:49 IST)

થરાદમાં સામૂહિક આપઘાતનો બનાવ, મહિલાએ ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણના મોત

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલ હવે મોતની કેનાલ બની રહી છે. વારંવાર લોકો અગમ્ય કારણોસર કેનાલમાં પડી આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે એક મહિલાએ તેનાં ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેમાં બે બાળક અને માતાનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે. આ આશીર્વાદરૂપ કેનાલ અહીંના લોકો માટે સુસાઇડ પોઈન્ટ બની ગયો છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં આજે ચોથાનેસડા ગામની મહિલાએ અગમ્ય કારણોસર ચાર બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નર્મદાની મુખ્ય કેનાલમાં માતાએ પોતાનાં ચાર બાળકો સાથે ઝંપલાવતાં આજુબાજુના લોકો તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા.સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ધોરણે કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરતાં બે બાળકોને આબાદ બચાવ થયો છે, જ્યારે માતા અને બે બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. સ્થાનિક લોકો તેમજ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરતા અનેક લોકોને બચાવનાર તરવૈયા સુલતાન મીરે દ્વારા આ સમગ્ર બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં બે બાળકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે માતા તેમજ અન્ય બાળકોનાં મોત થયાં છે. તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે