Weather Update- હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
heavy rain forecast for 2 more days- હવામાનવિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે શનિવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
શનિવારે વહેલી સવારથી જ રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના અંદાજ પ્રમાણે શનિવારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ)માં ઠેકઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
તો આ સાથે જ કેટલાક જિલ્લા એવા છે જ્યાં છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે
ગુજરાતભરમાં હવે ચોમાસું બરાબરનું બેસી ગયું છે અને મોટા ભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો અબડાસાની ખારી નદી બે કાંઠે વહી રહી છે તેમજ રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. આજે સવારે 6થી 2 વાગ્યા સુધીમાં જામનગરમાં 5 ઈંચ, ભુજમાં અઢી ઈંચ, કલ્યાણપૂર અને દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 26 તાલુકામાં 1થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે