1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 31 મે 2023 (09:45 IST)

Weather Update- આગામી 24 કલાક વરસાદની આગાહી

rain in gujarat
weather News Gujarat- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા બે ઈંચ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ગારિયાધાર, ગોંડલ અને વલ્લભીપુરમાં 1 ઈંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ આગામી 24 કલાક વરસાદની આગાહી છે.
 
ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તે પહેલાં જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અનેક વરસાદની સાથે-સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
 
ગુજરાતમાં પવન એટલી ઝડપથી ફુંકાઈ રહ્યો છે કે વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે, મકાનનાં છાપરાં ઊડી ગયાં છે, ક્યાંક વીજળીના થાંભલા પડી ગયા છે તો ક્યાંક વીજળીના તાર તૂટવાની ઘટના ઘટી છે.
 
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, પાટણ, મહેસાણાના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન ફુંકાઈ રહ્યો છે.
 
ગુજરાતમાં અરબી સમુદ્રની પાસે એક એન્ટિ સાયક્લૉન સિસ્ટમ બનેલી છે અને બીજી તરફ રાજસ્થાન ઉપર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે.
 
આ બંને સિસ્ટમો ગુજરાત પર અસર કરી રહી છે. સાયક્લૉનિક સર્ક્યુલેશનને અરબી સમુદ્રમાંથી ભેજ મળી રહ્યો છે એટલે તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.