રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (11:43 IST)

World UFO Day 2021: દુનિયાભરમાં આજે મનાવાય રહ્યો UFO Day, જાણીતા તેની સાથે જોડાયેલ રસપ્રદ વાતો

World UFO Day 2021 આજે વર્લ્ડ યુએફઓ ડે (UFO Day) છે. એટલે કે અનઆઈડેટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ ડે. વિશ્વ યૂએફઓ દિવસ દર વર્ષે આવા જ લોકો માટે સેલિબ્રેટ કરવામાં આવે છે જે એવુ માને છે કે બ્રહ્માંડમાં આપણે પૃથ્વીવાસી એકલા નથી પણ પૃથ્વી ઉપરાંત અનેક લોકો બીજા  અન્ય ગ્રહો પર પણ જીવન છે અને જ્યા એલિયન્સ રહે છે. 
 
વિશ્વભરના ઘણા લોકો જે અનઆઈડેટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ જેવી રહસ્યમય વસ્તુમાં વિશ્વાસ કરે છે. આ દિવસ તેમના માટે ઉજવવામાં આવે છે. જુલાઈમાં તમને ઘણા એવા લોકો અદ્રશ્ય વસ્તુને જોવા અગાશીમાં ટેલીસ્કોપ લઈને નિહારતા જોવા મળશે.  હજી સુધી, કોઈ મજબૂત પુરાવા નથી કે આપણે કહી શકીએ કે એલિયન્સ પણ અસ્તિત્વમાં છે.
 
એવી કેટલીક વિચિત્ર વસ્તુઓ આકાશમાં ઘણી વખત ઉડતી જોવા મળી જેને ઉડન તશ્તરી તરીકે ઓળખાવી. સૂત્રો મુજબ  જર્મનીના ન્યુરેમબર્ગમાં પહેલી વાર એપ્રિલ 1561 માં લોકોએ આકાશમાં મોટા 'ગ્લોબ્સ', જાયન્ટ 'ક્રોસ' અને વિચિત્ર 'પ્લેટો' જેવી વસ્તુઓ જોઇ હોવાનો દાવો કર્યો હતો. તે સમયના ચિત્રો અને લાકડાની કટિંગ દ્વારા એ ઘટનાની માહિતી મળે છે. .
 
World UFO Day સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો 
 
વર્ષ 2001થી વિશ્વ યુએફઓ દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય છે  UFO અને એલિયન્સની હાજરીની ચર્ચા થાય અને સાર્વજનિકરૂપે તેના પર રિસર્ચ કરવામાં આવે અગાઉ તે 24 જૂન અને 2 જુલાઈ બંને દિવસે ઉજવાતો હતો. પણ હવે 2 જુલાઈએ જ ઉજવાય છે. 
 
આકાશમાં જોવા મળનારી કોઈ એવી રહસ્યમય વસ્તુ, જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવી નથી, તેને સામાન્ય રીતે UFOનું નામ આપવામાં આવ્યું. 1950 ના દાયકા સુધીમાં ઘણા UFO અમેરિકા  (America) સહિત વિશ્વના(World) ઘણા દેશોના આકાશમાં જોવા મળવા લાગ્યા હતા. 


રૂસવેલ ક્રૈશ ઈતિહાસના સૌથી ચર્ચિત કેસ માનવામાં આવે છે. આ અમેરિકા  (America) ના ન્યૂ મેક્સિકોના રૂસવેલની વર્ષ 1947ની ઘટના છે. જ્યારે એક શંકાસ્પદ ફુગ્ગો ક્રેશ થયો હતો. જ્યારે કે ત્યા રહેનારા અનેક લોકોનુ એ માનવુ હતુ કે ક્રેશ થયેલો કાટમાળ, UFOનો છે. 
 1970 ના દાયકાની આસપાસ રૂસવેલ ક્રેશ પર અનેક થિયરી સામે આવી. એક થિયરીએ દાવો કર્યો હતો કે આ કાટમાળ સ્પેસક્રાફ્ટનો છે અને કાટમાળમાંથી એલિયન્સ(Aliens)ની ડેડબોડી પણ મળી આવી છે, જેના પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ પણ કર્યું હતું.
 
ભારત(India) તરફથી અનેક વખત એવા દાવા કરવામાં આવ્યા છે કે 2014 માં લખનૌ(Lucknow), 2015 માં કાનપુર(Kanpur), દિલ્હી(Delhi)માં અને 2016 માં બાડમેરમાં પુરવા રૂપે ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલીક રહસ્યમય વસ્તુ દેખાવવાની વાત કહેવામાં આવી