રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (15:29 IST)

ગીરના જંગલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે ટ્રાફિકના નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યાની સોશિયલ મીડિયામાં ચર્ચા

ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી હતી આ તસવીરો હોલ વોટ્સએપ પર વાઈરલ થઈ છે. વાઘાણીએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરાઈ છે. સીટ બેલ્ટ વગર જીપ્સી હંકારતા વાઘાણીએ કાયદોનો ભંગ થયો છે કે નહીં તેવો સવાલ કરાયો છે. સાથે જ ગીરનું જંગલ બંધ રહેતું હોવાથી ગીરના કયા વિસ્તારમાં નિયમ ભંગ કરીને મુલાકાત લીધી તે સ્થળ જણાવવા મેસેજમાં કહેવાયું છે.વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષનાં ગુજરાતનાં અધ્યક્ષ માનનીય જીતુ વાઘાણી સાહેબ દ્વારા આજે તેમના પોતાનાં ઓફિશિયલ પેઈજ પર ગીર જંગલ વિશેની પોસ્ટ મુકવામાં આવી. એમાં સિંહોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.