બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (12:26 IST)

છોટા શકિલનો શાર્પ શૂટર કોરોના પોઝિટીવઃ ATS, ક્રાઈમ બ્રાન્ચના 40 કર્મીઓએ ક્વોરન્ટીન થવું પડશે

મંગળવારની મધરાતે ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રીલિફ રોડ પરની વિનસ હોટલમાં ઓપરેશન શાર્પશૂટર પાર પાડ્યું હતું. જેમાં ઈરફાન ઈલિયાસ શેખ નામના એક શાર્પશૂટરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી. તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. તેને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે. શાર્પશૂટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કારંજ પોલીસના 40 પોલીસકર્મીઓએ ક્વોરન્ટીન થવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. શૂટરને ATS ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઇરફાનનો કોરોના રિપોર્ટ કઢાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ બાદ ધરપકડ કરવા ગયેલe DIG સહિતની ટીમ કવોરન્ટીન થશે તથા જરૂર જણાશે તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે. આરોપીને સારવાર માટે સોલા સિવિલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જેથી હવે આરોપી સાજો થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગોરધન ઝડફિયાના નામ અને ફોટો મળી આવ્યા હતા. હેન્ડલર દ્વારા તેને આ ફોટો મોકલવામાં આવ્યો હતો. બીજો શાર્પશૂટર આવવાનો હતો તેવી વાતચીત વોટ્સએપ ચેટમાં મળી આવી હતી. ATS લાવી પૂછપરછ કરતા તેનું નામ ઈરફાન ઈલિયાસ શેખ હોવાનું કહ્યું હતું. પૂછપરછ દરમિયાન અન્ય આરોપી કોણ હતો તે અંગે પૂછપરછ ચાલી રહી છે.