સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 1 નવેમ્બર 2022 (09:02 IST)

Morbi Cable Bridge Collapses -પ્રધાનમંત્રીશ્રી આજે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.

morbi
મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલ અકસ્માત અન્વયે જામનગર વહીવટી તંત્ર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમોનું ગઠન કરી તાત્કાલિક અસરથી મદદ માટે રવાના કરવામાં આવી છે.
 
આર્મીની 40 જવાનો સાથેની એક ટીમ, એરફોર્સના 27 જવાનો સાથેની એક ટીમ, વાલસૂરા નેવીના 50 જવાનો સાથેની પાંચ ટીમ, મેડીકલના 57 સભ્યો સાથેની 19 ટીમ, જામનગર મહાનગરપાલિકાના 15 કર્મીઓ સાથેની ત્રણ ટીમ તેમજ રિલાયન્સ, નયારા તથા આઈ.ઓ.સી.એલ. ની 3 ટીમ તાત્કાલિક અસરથી મોરબી જવા રવાના

- મોરબીમાં પુલ દુર્ધટના મામલે જવાબદારો સામે માનવવધની IPC કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાયો: હર્ષ સંધવી
- સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા
- સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત
- એક પરિવારનાં 12 સભ્યોનાં થયા મૃત્યુ
- ગુનાની તપાસની અધ્યક્ષતા રેન્જ આઇજી દ્વારા કરવામાં આવશે
- સાંસદ મોહન કુંડારિયા સતત ખડાપગે
- દરરોજ સાંજે મુખ્યમંત્રીને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે
- અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે
- ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે
- કલમ 308 નો પણ ઉમેરો કરવામાં આવ્યો
- કલમ 114 પણ લગાવવામાં આવી છે
- કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
- 108 સેવાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે, 130થી વધારે અસરગ્રસ્ત દર્દીઓને 108 સેવા દ્વારા ખસેડવામાં આવ્યા છે.
- દુર્ઘટનાને પાંચ કલાક થયા પણ ઓરેવા કંપનીના સંચાલકોનું મૌન
- જલારામ બાપાની જગ્યાની તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો
- વીરપુરમાં સંત જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે
- મોરબી સિવિલ હોસ્પિટલમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા
- ઇન્ડિયન મેડિકલ આસોસીશનના બધા ડૉક્ટરોની ટીમ સિવિલ હોસ્પિટલમાં, નિઃશુલ્ક એક્સરે-સીટી સ્કેન કરવાની જાહેરાત
- વડોદરાથી ફાયર બ્રિગેડના17 જવાનોની ટીમ મોરબી જવા માટે રવાના, ટીમ પાસે અંડર વોટર જોઈ શકાય તેવા કેમેરા પણ છે​​​
- CM ભૂપેન્દ્ર પટેલે મોરબી પહોંચી નિરિક્ષણ કર્યું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે અમદાવાદનો રોડ શો રદ્દ
- 91 મૃતદેહ મોરબી હોસ્પિટલમાં પહોંચ્યા, મોટા ભાગના બાળકો, એક-એક પલંગ પર બે-બે મૃતદેહ, હજુ આંક વધે તેવી શકયતા: ડોકટરના સૂત્રો
- રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બચાવની કામગીરીમાં ખડે પગે- મંત્રી જીતુ વાઘાણી
- શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શોક વયક્ત કર્યુો
- નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ
- અશોક યાદવે કહ્યું, 400 લોકોને ટિકિટ આપવામાં આવી હતી
- મોતનો આંકડો 80ને પાર
- મૃતદેહોને શોધવા મચ્છુ નદીનું પાણી કાઢવાની કવાયત શરૂ
- 1 નવેમ્બરનો પી.એમ. મોદીનો સ્નેહમિલનનો કાર્યક્રમ મોકુફ
- અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ અને ગોમતીપુરના 25 ફાયર જવાનો મોરબી જવા રવાના
- જામનગરથી એરફોર્સના 50 ગરૂડ કમાન્ડો મોરબી જવા રવાના
- કેવડિયાથી પી.એમ. મોદી મોરબી જઇ શકે છે
- ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દેવાયો હતો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા
- રાજકોટથી પોલીસ કોન્વેય સાથે 108 મોરબી જવા રવાના
- જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના
- મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી
- મૃતકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ આપી
- મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે
 
- આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની - 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો  સાથે મોરબી જવા માટે રવાના થયા છે
 
- એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે
 
- એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે
- રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું
- પોલીસે SIT (પાંચ સભ્યો)ની રચના કરી
- 1 રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
- 2 કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
- 3 ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
- 4 સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
- 5 સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના
- મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે
આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો  સાથે મોરબી જવા માટે રવાના થયા છે
- એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે
- એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે

02:56 PM, 31st Oct
- મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મોરબી જવા રવાના : ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે મુલાકાત લેશે

- મોરબી ની ગોઝારી દુર્ઘટના ની ગમખ્વાર કરુણાતિકા.. ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક પરિવારના પાંચ બાળકો સહિત સાતના મૃત્યુ ..નાનકડા ગામના સાત વ્યક્તિઓ ને કાળ નું તેડું આવતા  સમગ્ર સૌરાષ્ટ્રમાં અરેરાટી સાથે શોક

02:54 PM, 31st Oct
મોરબી: દુર્ઘટના મામલો
સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના
કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા, અન્ય એક પરિવારનાં 12 સભ્યોનાં થયા મૃત્યુ

- મોરબી:દુર્ઘટના મામલો નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ, મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી

- પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.

02:53 PM, 31st Oct
મોરબી
મોરબીમાં દુર્ઘટના મામલે નવો ઘટસ્ફોટ...
 
ઓરેવા કંપની દ્વારા આ પુલની એગ્રીમેંન્ટ વિરૂદ્ધ લેવાતી હતી ફી...
 
વર્ષ ૨૦૨૨-૨૩ સુધી ૧૫ રૂપિયા ફી વસૂલવા એગ્રીમેન્ટમાં બાહેંધરી આપવામાં આવી છે .. 
 
જ્યારે આ કંપની દ્વારા ૧૭ રૂપિયા પ્રતિ વ્યક્તિ એક ટિકિટના વસૂલવામાં આવતા હતા ...
 
કાયદેસર કરેલા એગ્રીમેંન્ટનો પણ છડેચોક ઉલ્લાળીયો...
 
હાલ ઓરેવા કંપનીનાં માલિક જયસુખ પટેલનું મૌન ...
 
આખો પરિવાર ઘર છોડી ચાલ્યો ગયો...
 
ઘર પરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ તેને ક્યાં ગયા જાણ ન હોવાનું જણાવ્યું...

07:37 AM, 31st Oct
-  મોરબી કેબલ બ્રિજ તૂટવાને કારણે મોટી દુર્ઘટના, 143થી વધુ લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી દુર્ઘટનાના સ્થળે રૂબરૂ પહોંચીને બચાવ અને રાહત કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું.