મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (13:46 IST)

LRDના 2.94 લાખ ઉમેદવારોને માત્ર 14 કલાકમાં મળી આન્સર કી અને OMR શીટ

exam of 12th
રાજ્યભરના 950થી વધુ કેન્દ્રો પર રવિવારે લોકરક્ષક દળની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં 2.94 લાખ જેટલા ઉમેદવારોએ સરકારી નોકરી મેળવવાની ઈચ્છા સાથે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની આન્સર કી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સાથે તમામ ઉમેદવારોની OMR શીટને પણ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે, જેથી કરીને ગેરરીતિની કોઈ શક્યતાઓ ન રહે. આ કામ પતાવ્યા બાદ જ LRD બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું, OMR અપલોડિંગ તથા આન્સર કીનું કામ પૂર્ણ થતા હવે હું સુઈ જાવ છું સહુનો ખુબ ખુબ આભાર.
 
OMR શીટ ક્યાંથી જોઈ શકાશે?
લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, લેખિત પરીક્ષાની તમામ ઓ.એમ.આર અપલોડ કરવામાં આવી છે, ઉમેદવારો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશે. https://eformonline.in/LRB_OMR/
 
આ સાથે એક અન્ય ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારોના માર્ગદર્શન માટે વેબસાઈટ
https://lrdgujarat2021.in પર આન્સર કી મુકવામાં આવેલી છે. આટલી મોડી રાત્રે તૈયાર કરેલ હોય ક્યાંક ખામી રહી ગઈ હોય તેને ધ્યાનમાં લઇ ઉમેદવારના વાંધા મેળવવા માટેની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા રજૂ કરવા માટેની લીંક હવે પછી મુકવામાં આવશે.
 
નોંધનીય છે કે, ઉમેદવારો ઉપરની બંને લિંક પર ક્લિક કરીને પોતાની ઓરિજિનલ OMR શીટ તથા આન્સર કી જોઈ શકશે અને પેપર સોલ્વ કરીને પરીક્ષામાં તેમને કેટલા માર્ક્સ આવશે, તેની પણ ગણતરી કરી શકશે.શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલા 2.94 લાખથી વધુ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા.ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.