સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2022 (12:31 IST)

ઝારખંડ - દેવઘરમાં તૂટ્યુ રોપ-વેનુ દોરડુ, એક મહિલાનુ મોત અને 12 ઘાયલ, 50થી વધુ લોકો ફંસાયા બચાવ કાર્ય ચાલુ

rop way
ઝારખંડના દેવઘરમાં સ્થિત ત્રિકુટ પર્વત પર રવિવારે એક મોટી દુર્ઘટના થઈ જ્યારે રોપ-વેનો રસ અચાનક તૂટી ગયો. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે અને હજુ પણ ઘણા લોકો લાપતા છે.
ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર  ત્રિકુટી પર્વત પહોંચી ગયું છે. આ સાથે ITBP, ભારતીય સેના અને NDRFની ટીમ ત્રિકૂટ પર્વત પર પહોંચી ગઈ છે. ફસાયેલા તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે ટ્રોલીમાંથી નીચે લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
 
ડેપ્યુટી કમિશનરે લોકોને અફવા ન ફેલાવાની અપીલ કરતા કહ્યું કે, સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કેટલાક લોકો હજુ પણ રોપ-વેમાં કેબલ કારોમાં ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.
 
બીજી તરફ દેવઘરમાં થયેલા ત્રિકૂટ રોપ-વે દુર્ઘટના પર સાંસદ નિશિકાંત ડૂબેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, તેઓ ત્રિકૂટ રોપ-વે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે
 
દેવઘરના ત્રિકૂટ રોપ-વે પર રવિવારથી ફસાયેલા લોકોને કાઢવા માટે એનડીઆરએફની ટીમ ઉપરાંત સેનાના જવાનો પણ પહોંચ્યા છે. હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.