ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 9 માર્ચ 2017 (13:08 IST)

Paytm એ લીધો મોટો નિર્ણય, હવે ક્રેડિટ કાર્ડ દ્વારા રીચાર્જ થયુ મોંઘુ

જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા પેટીએમમાં પૈસા નાખો છો તો સમાચાર તમારે માટે ખૂબ મહત્વના છે. હવે પેટીએમમાં ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા નાખવા પર 2 ટકા ચાર્જ લાગશે.  આ ચાર્જ 8 માર્ચથી લાગવો શરૂ થઈ ગયો છે.  જો કે કંપની ડિઝિટલ વૉલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા નાખવા પર એટલા જ કેશબેક પુરા પાડશે. 
 
ઉલ્લેખનીય છેકે એવુ જોવા મળ્યુ છે કે અનેક પેટીએમ યૂઝર ક્રેડિટ કાર્ડથી પસા નાખ્યા પછી પોતાના બેંક એકાઉંટ્સમાં એ પૈસા ટ્રાંસફર કરી રહ્યા હતા. એ માટે તેમને કોઈ ચાર્જ પણ આપવો પડતો નહોતો.  ઉલ્લેખનીય છે કે પેટીએમે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે નેટબેકિંગ અને ડેબિટ કાર્ડથી પૈસા નાખવા પર કોઈ ચાર્જ નહી લેવામાં આવે. 
 
 
નોટબંધીના સમયે પેટીએમ દ્વારા નાના વેપારીઓ માટે 0%ના મૂલ્ય પર પેમેંટ સ્વીકાર કરવાની સ્કીમ લાવ્યુ હતુ. દુકાનદાર ગ્રાહકો પાસેથી પેટીએમના દ્વારા પૈસા લઈને  કોઈપણ ફી આપ્યા વગર એ પૈસાને બેંકમાં ટ્રાંસફર કરી શકતા હતા. પેટીએમ દ્વારા રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કંપની બેંક ટ્રાંજેક્શન માટે મોટી કિમંત ચુકવે છે.  જો કોઈ પૈસા ભરીને પોતાની બેંકમાં નાખી દે છે તો તેનુ નુકશાન કંપનીને ભરવુ પડે છે.