શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By
Last Modified: ગુરુવાર, 12 જુલાઈ 2018 (17:50 IST)

Sperm કાઉંટ ઓછા છે, તો આ ઈંજેક્શન કરશે મદદ

ઓછા શુક્રાણુઓને કારણે માતા-પિતા બનવાની આશા છોડનારા કપલ્સ માટે હવે ખુશખબર છે.  આવા કપલ્સ ઈંટ્રાસીટ્રોપ્લાસ્મિક સ્પર્મ ઈંજેક્શન (ઈક્સી) ટેકનોલોજી દ્વારા સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. આ પદ્ધતિને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. પણ ડોક્ટર સાથે વાત કરીને અને સાચી રીતે સમજાવ્યા પછી દંપતિ ઈક્સી પદ્ધતિ અપનાવીને માતા-પિતા બની શકે છે. અહી જાણો શુ હોય છે ઈક્સી અને કેવી રીતે તમને સંતાન પ્રાપ્તિ કરાવી શકે  છે. 
 
શુ હોય છે ઈક્સી ?
 
ઈક્સી આઈવીએફની એક અત્યાધુનિક તકનીક છે. પુરૂષોમાં ઓછા શુક્રાણુને કારણે જ આ તકનીકની શોધ થઈ. તેમા મહિલાના ઈંડાને શરીર બાહર કાઢીને લૈબમાં પતિના શુક્રાઓ સાથે ઈક્સી પ્રક્રિયા દ્વારા ઈંજેક્ટ કરી ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે અને પછી આ ભ્રૂણને મહિલાના ગર્ભમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. તેનાથી એ ફાયદો થાય છે કે શુક્રાણુની સંખ્યા એક થી પાં મિ/એમ.એલ થવા પર પણ ઈક્સી તકનીક અપનાવી શકાય છે. શુક્રાણુની ઓછી માત્રા, ધીમી ગતિશીલતા, ખરાબ ગુણવત્તા, મૃત અને શૂન્ય શુક્રાણુમાં ઈક્સી તકનીક કારગર છે.  
કેમ ખરાબ કે ઓછા થઈ રહ્યા છે પુરૂષોના સ્પર્મ ?
 
મહિલાઓમાં પ્રેગનેંસી દરમિયાન ગર્ભપાતનુ મુખ્ય કારણ છે પુરૂષ પાર્ટનરના સ્પર્મ ખરાબ હોવા. તેનુ મોટુ કારણ છે દૂષિત વાતાવરણ, ઝેરીલી હવામાં શ્વાસ લેવાને કારણે પુરૂષોમાં શુક્રાણુઓના ખરાબ થવા અને સ્પર્મ કાઉંટમાં કમી આવવા જેવી સમસ્યાઓ પણ સામે આવી રહી છે.  તેના કારણે અનેકવાર કોશિશ કરવા છતા પણ ગર્ભધારણ થઈ શકતુ નથી. 
 
ડોક્ટર મુજબ પુરૂષોમાં ફર્ટીલિટી ઓછી થઈ રહી છે તેનુ સૌથી પ્રથમ અને મુખ્ય સંકેત સંભોગની ઈચ્છામાં કમીના રૂપમાં સામે આવે છે. સ્પર્મ સેલ્સના ખાલી રહી જવુ અને તેનુ અધોપતન થવા પાછળ જે મૈકેનિઝમ મુખ્ય કારણના રૂપમાં સામે આવે છે, તેને એંડોક્રાઈન ડિસરપ્ટર એક્ટિવિટી કહેવાય છે.  જે એક રીતે હારમોન્સનુ અસંતુલન છે. 
પીએમ 2.5 અને પીએમ 10 જેવા ઝેરીલા કણ, જે આપણા વાળથી પણ 30 ગણા વધુ ઝીણા અને પાતળા હોય છે.  તેનાથી યુક્ત હવા જ્યારે શ્વાસ દ્વારા આપણા ફેફસામાં જાય છે. તો આ સાથે તેમા ભેળવાયેલા કોપર, ઝિંક, લેડ જેવા ઘાતક તત્વો પણ આપણા શરીરમાં જતા રહે છે.  જે પ્રકૃતિમાં એસ્ટ્રોજેનિક અને એંટ્રીએડ્રોજેનિક હોય છે. લાંબા સ્માય સુધી જ્યારે આપણે આવા ઝેરીલા કણો યુક્ત હવા શ્વાસમાં લઈએ છીએ તો તેના કારણે સંભોગની ઈચ્છા પેદા કરવા માટે જરૂરી ટેસ્ટોસ્ટેરૉન અને સ્પર્મ સેલના પ્રોડક્શનમાં કમી આવવા માંડે છે.