બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (14:27 IST)

અલ્પેશ કથીરિયા પર લુખ્ખા તત્વોનો હુમલો, હોસ્પિટલ ખસેડાયા

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર સામાજીક તત્વો દ્વારા હુમલા નો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર માચી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે પોતાના કામ અર્થે બાઈક લઈને વરાછા રોડ પર જઈ રહેલા અલ્પેશ કથીરિયાએ બેફામ રીક્ષા ચલાવતા એક રીક્ષા ચાલકને ટકોર કરતાં કહ્યું હતું કે રીક્ષા બરાબર ચલાવો કોઈકનું એક્સિડન્ટ થઇ જશે.
 
અલ્પેશ કથીરિયા ની આ વાત સાંભળીને ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે રિક્ષામાંથી ડંડો કાઢીને હુમલો કરવા દોડી ગયો હતો. એટલામાં અન્ય રીક્ષા ચાલકો અને આ રીક્ષા ચાલકના સાગરીતો ભેગા થઈ ગયા હતા અને અલ્પેશ કથીરિયા પર હુમલો કરવાનો પ્રયાસ કરી દીધો હતો. જેમાં રીક્ષા ચાલકે હુમલો કરતા ઈજાગ્રસ્ત કથીરિયાને હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ પાટીદાર યુવાનોએ અલ્પેશ કથીરિયાને જોઈ જતા વચ્ચે પડ્યા હતા અને સામાજિક તત્વોને ખદેડી મૂક્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
 
લોકોને ભેગા થઈ જતા જોઈને સામાજિક તત્વો પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજ વીજ હાથ ધરવામાં આવી હતી.
 
કાપોદ્રા પોલીસ દ્વારા રીક્ષા કબજે કરી અસામાજિક તત્વો ની શોધખોળ હાથ ધરી છે અને આ ઘટનામાં કોઈને ઇજા ન થઈ હોવાની જાણકારી સામે આવી છે. વરાછા રોડ પર ખુલ્લેઆમ દાદાગીરી કરતા રીક્ષા ચાલકોનો ત્રાસ દિવસે દિવસે વધતો જઈ રહ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.
 
આ અગાઉ પાસના અગ્રણી અલ્પેશ કથીરિયા પર ચાર વર્ષ પહેલાં મોટા વરાછા વિસ્તારમાં કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં અલ્પેશને આંખ પાસે સામાન્ય ઈજા પહોંચી હતી.