બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (09:55 IST)

આ લેડી IPS થરથર ધ્રૂજે છે આતંકવાદીઓ, AK-47 લઇને ફરે છે, 15 મહિના કર્યા 16 એન્કાઉન્ટર

અસમની મહિલા આઇપીએસ ઓફિસર સંજુક્તા પરાશર બહાદુરીનું બીજું નામ છે અને તેમના નામથી આતંકવાદીઓ થરથર ધ્રૂજે છે. સંજુક્તા પરાશર અસમના જંગલોમાં એકે-47 લઇને ફરે છે. તે 15 મહિનામાં 16 આતંકવાદીઓને ઠાર મારીને 64 થી વધુ લોકોની ધરપકડ કરવાનો તથા અનેક ટન ગોળા-બારૂદ તથા હથિયાર જ્પ્ત કરવા માટે જાણિતી છે. સંજુક્તા પરાશરનું  નામ અસમના બોડો ઉગ્રવાદીઓના દિલમાં ભય ભરવા માટે પુરતું છે. 
 
સંજુક્તા પરાશરનો જન્મ અસમમાં થયો હતો અને તેણે પ્રાથમિક શિક્ષણ પણ અહીં મેળવ્યું અતું. 12મા બાદ સંયુક્તાએ પોલિટિક્સ સાયન્સ દ્વારા દિલ્હીના ઇંદ્રપ્રસ્થ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ જેએનયુમાંથી ઇન્ટરનેશનલ રિલેશનમાં પીજી અને યુએસ ફોરેન પોલિસીમાં એમફીલ તથા પીએચડી કર્યું. 
 
સંજુક્તા પરાશર વર્ષે 2006 બેચની આઇપીએસ ઓફિસર છે અને તેમણે સિવિલ સર્વિસિઝ એક્ઝામમાં ઓલ ઇન્ડીયામાં 85મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે મેઘાલય-અસમ કેડરને પસંદ કરી. 
વર્ષ 2008 માં સંજુક્તા પરાશર ની પ્રથમ પોસ્ટિંગ અસમના માકુમાં આસિસ્ટેંટ તરીકે થઇ. ત્યારબાદ ઉદાલગિરીમાં બોડો અને બાંગ્લાદેશીઓ વચ્ચે હિંસાને કાબૂ કરવા માટે મોકલવામાં આવી. 
 
સંજુક્તા પરાશરના અસમના સોનિતપુર જિલ્લામાં એસપી રહેતાં સીઆરપીએફ જવાનોની લીડને લીડ કરી હતી અને પોતે એકે 47 લઇને વોડો ઉગ્રવાદીઓ સામે ટક્કર આપી. આ ઓપરેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા, જેમાં તે પોતાની આખી ટીમ સાથે હાથમાં એકે 47 રાઇફલ લઇને જોવા મળી રહી છે. 
 
સંજુક્તા પરાશર ને ઉગ્રવાદીઓ ઓર્ગેનાઇઝેશનની તરફથી ઘણીવાર મારવાની ધમકી પણ આપવામાં આવી, પરંતુ તેમણે ક્યારેય પણ તેની ચિંતા કરી નથી. આતંકવાદીઓ માટે તે ખરાબ સપનાની માફક છે અને આતંકવાદીઓ તેમના નામથી થરથર ધ્રૂજ્કે છે. 
 
સંજુક્તા પરાશરે વર્ષ 2015 માંન એન્ટી બોડો આતંકવાદી ઓપરેશનને લીડ કર્યું અને તેણે ફક્ત 15 મહિનામાં 16 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. આ ઉપરંઅત 64 ઊગ્રવાદીઓને જેલ પણ મોકલ્યા હતા. આ સાથે જ સંજુક્તા પરાશરની ટીમે ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કર્યો હતો. તેમની ટીમને 2014 માં 175 આતંકવાદીઓ અને 2013 માં 172 આતંકવાદીઓને જેલ પહોંચાડ્યા હતા. 
 
એક પોલીસ ઓફિસરે પોતાના કર્તવ્યને બજવતાં ઉપરાંત સંજુક્તા પરાશર કામમાંથી બ્રેક મળતાં પોતાનો મોટાભાગનો સમય રિલીફ કેમ્પમાં લોકોની મદદ કરવામાં લાગે છે. તેમનું કહેવું છે કે તે ખૂબ વિનમ્ર અને લવિંગ છે અને ગુનેગારોને તેને ડરવું જોઇએ.