રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (20:37 IST)

દેશમાં અહીં થયો આંતકી હુમલો- શ્રીનગર-જમ્મુ હાઈવે પર BSFના કાફલા પર આંતકી હુમલો, સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાંથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં j-kમાં ફરીથી આંતકીઓએ સુરક્ષાકર્મીને પોતાના નિશાન બનાવ્યા છે. આંતકીઓએ ગુરુવારે BSFના કાફલા પર હુમલો કર્યો છે. ત્યાર પછી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.
 
મળતી માહિતી મુજબ bsfના કાફલા પર આ હુમલો દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં માલપોરા કાજીગુંડની પાસે શ્રીનગર- જમ્મુ હાઈવે પર થયો છે. આ હુમલામાં કોઈ નુક્શાનના સમાચાર હાલ પ્રાપ્ત થયા નથી. હુમલો થયા બાદ સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. ત્રણ આંતકવાદી હોવાની વાત સામે આવી રહી છે.