શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (09:41 IST)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે.  તેઓ  અમદાવાદ એરપોર્ટ પહોચી ગયા છે. અમદાવાદના મયેર, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર વડાપ્રધાન નવા મંત્રીઓ સાથે બેઠક કરશે.  ત્યાંથી તે શ્રી પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીના ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિતે તૈયાર કરવામાં આવેલ ભવ્ય નગરનું આજે સાંજે મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ પણ મહોત્સવમાં હાજરી આપી રહ્યાં છે.

તે ઉપરાંત નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ આવી પહોંચ્યા છે. જેમાં હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમિત પી. શાહ, કૌશિક જૈન અને અમિત ઠાકરે પોતાનું સ્થાન લઈ લીધું છે. જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિલીપ જોશી એટલે કે જેઠાલાલ પણ આ મહોત્સવમાં આવી ગયાં છે.પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીના ઉજવણીના અવસર પર અમદાવાદમાં ભાડજથી ઓગણજ સર્કલ વચ્ચે ૬૦૦ એકરની જમીન પર પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજથી શરુ થશે અને  ૧૫મી જાન્યુઆરી સુધી  પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. જો કે ૬૦૦ એકર જમીન BAPSને આપવામાં આવી ત્યારે તેના પર નગરની રચના કરવી તૈ સૌથી અઘરી કામગીરી હતી.  આમ, જમીન મળી અને નગર તૈયાર કરવામાં આવ્યું તે દરમિયાન હજારો સ્વયંસેવકોએ જવાબદારી સંભાળી હતી. હવે નગર તૈયાર થઇ ગયું છે તેને બનવા ૮૦ હજાર સ્વયં સેવકોએ ખુબ મેહનત કરી હતી. જેનું અભિવાદન કરવા માટે સોમવારે પ્રમુખસ્વામી મહારાજ નગરમા મહંત સ્વામી ઉપસ્થિતિમાં વિશેષ વિરાટ સ્વયંસેવકની સભા યોજવામાં આવી હતી.