સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: બુધવાર, 23 ઑગસ્ટ 2017 (12:56 IST)

Ganesh Utsav - આ રીતે પૂજા કરીને આ એક વસ્તુ મુકો તિજોરીમાં, ગણેશજી સાથે દેવી લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

25 ઓગસ્ટથી ગણેશ ઉત્સવ શરૂ થઈ જશે.  જે 5 સપ્ટેમ્બર સુધી ચાલશે.. આ દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે.  અને કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે. અહી જાણો ગણેશજીના કેટલાક ખાસ ઉપાય. જે ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ.... 
 
કોઈ શુભ મુહૂર્તમાં ગણેશજીની પૂજા કરો અને પૂજામાં એક સોપારી પણ મુકો.. સોપારીની પણ પૂજા કરો.. પૂજા પછી ઘરની તિજોરીમાં આ સોપારી મુકી દો. ગણેશજી સાથે લક્ષ્મી પણ પ્રસન્ન થશે. 
 
- શ્રી ગણેશના મંત્રોનો જાપ કરો.. જાપની સંખ્યા 108 હોવી જોઈએ. સાથે જ ગણેશજીની સામે રોજ શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો.. પૂજ કરીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો.. મંત્ર શ્રી ગણેશાય નમ:  
 
- ષડવિનાયકોના નામનો જાપ કરો. ૐ બ મોદાય નમ: ૐ પ્રમોદાય નમ:, સુમુખાય નમ:, ૐ દુર્મખાય નમ:, ૐ અવિધ્યનાય નમ:, ૐ વિઘ્નકરત્તે નમ:. આ નામોનો જાપ રોજ 108 વાર કરો. 
 
- ગણેશ પૂજા પછી કોઈ ગરીબને ઘરમાં બેસાડીને આદરપૂર્વક ભોજન કરાવો કે ધનનુ દાન કરો.