મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 માર્ચ 2022 (10:25 IST)

વિસનગરમાં કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણ ના ત્યાં લગ્ન પ્રસંગમાં 1225 લોકોને ફૂડ પોઇઝનિંગ

મહેસાણા જિલ્લાના એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વિસનગર તાલુકાના સવાલ ગામે રાત્રી દરમિયાન યોજાયેલ લગ્ન સમારોહમાં પીરસાયેલા ભોજન આરોગવા થી 1200 જેટલા લોકો ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

રાત્રે ઘટનાની જાણ થતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં દર્દીઓના હલચાલ પૂછ્યા હતા.વિસનગરના સવાલા ગામે ગઈ રાત્રે એક કલાકે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર સાહરૂખ ના લગ્ન રિસેપ્શન પોગ્રામ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. લોકોએ ભોજન લેતાજ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી.લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઝિટિવ થઈ જતા તાત્કાલિક જે વાહન મળ્યા એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ , મહેસાણા એસપી, અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.લગ્ન પ્રસંગ દરમિયાન જમવાથી મોટી સંખ્યામાં ફૂડ પોઇઝનિંગ થતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી જ્યાં હાલમાં કુલ 1225 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં પુરી રાત ડોકટર ટિમ અને મેડિકલ સ્ટાફ વિવિધ હોસ્પિટલમાં હજાર રહી દર્દીઓને સારવાર આપી હતી. હાલમાં 95% દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે, જોકે હાલમાં પણ કેટલાક દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.