રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated : શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (21:23 IST)

રશિયન સૈનિકોએ કીવમાં કિલેબંધી કરી, યુક્રેન રશિયાને યુદ્ધવિરામ માટે કરી અપીલ

યુક્રેન પર રશિયન સૈન્ય હુમલાના બીજા દિવસે શુક્રવારે રાજધાની કિવમાં શ્રેણીબદ્ધ હુમલાઓને પગલે રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાને તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે, રશિયન સેનાએ રાજધાની પર અનેક મિસાઇલો છોડી હતી. પ્રચંડ હુમલામાં ઓછામાં ઓછી એક ઇમારતને નુકસાન પહોંચ્યું હતું અને મીડિયા અહેવાલો અનુસાર હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

 
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દેશને સંદેશમાં રશિયાને યુદ્ધવિરામની અપીલ કરી છે. તેમણે પશ્ચિમી દેશોને રશિયન હુમલાને રોકવા માટે વધુ પગલાં લેવા વિનંતી પણ કરી છે. બીબીસીએ કિવમાં સવારે 4 વાગ્યાના હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે રશિયન દળો કિવ તરફ આગળ વધતા પોઝ્યાન્કી વિસ્તારમાં વિસ્ફોટ થયા હતા. બીબીસીના પત્રકારે ટ્વીટ કર્યું કે હલ કિવમાં બે નાના વિસ્ફોટના અવાજ સંભળાયા, એનો મતલબ શું છે તે અત્યારે કહી શકાય તેમ નથી પરંતુ એવી અફવા છે કે રશિયન સેના રાજધાનીમાં ઘૂસી ગઈ છે.
યુક્રેનની સેના દ્વારા રજુ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજધાની કિવની બહારના વિસ્તારોમાં ડિમેર અને ઈવાંકિવમાં યુક્રેનની સેના રશિયન સેના સાથે મોરચો લઈ રહી છે. અને ત્યાં મોટી સંખ્યામાં રશિયન સશસ્ત્ર વાહનોનો મોટો મેળાવડો છે. યુક્રેનિયન સૈન્ય દળોના સત્તાવાર ફેસબુક પેજએ જણાવ્યું હતું કે રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં ઘૂસેલી રશિયન સેનાનો મુકાબલો કરવામાં આવી રહ્યો છે. 
આ પહેલા રશિયન સેનાને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે, યુક્રેનની સેનાએ જ તેતરિવ નદી પરના પુલને તોડી પાડ્યો હતો. રાજધાનીની બહારના હવાઈ ક્ષેત્રમાં  રશિયન દળો સાથે હજુ પણ લડાઇ ચાલુ છે.