લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજકાલ અમદાવાદમાં ફરી રહેલી નમોની વાઈફાઈ કાર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે મતદાન જાગૃતિનું કામ કરી રહી છે.
P.R
લોકસભાની ચૂંટણીમાં વોટિંગ વધુ થાય એ માટે બીજેપી એ વાઈફાઈ કારનો નવતર પ્રયોગ અમલમાં મુકયો છે. આ કાર સોસાયટીઓમાં જાય છે અને મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારયાદી ચેક કરાવે છે. બીજેપીના કાર્યકરની આ કારની ચારેબાજુ નરેન્દ્ર મોદીના ફોટો સાથે નમો-નમો લખ્યું છે.
બીજેપી ગુજરાત યુવા મોરચાના કાર્યકર કહ્યું હતુ કે, ‘૧૪ ફેબ્રુઆરીથી આ કાર લઈને અમે રોજ અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારમાં ફરીએ છીએ અને જે તે સોસાયટીમાં જઈ મતદારોને તેમના નામ મતદારયાદીમાં છે કે નહીં? એ વિશેની માહિતી લેપટોપ દ્વારા બતાવીએ છીએ. અત્યાર સુધી અંદાજે વીસ જેટલી સોસાયટીમાં અમે ફર્યા છીએ અને ૭૦૦ જેટલા નાગરીકોએ આ કારનો ઉપયોગ કર્યો છે.'