રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (00:53 IST)

આ 2 લોકો સાથે જોડાયેલ રહસ્ય ક્યારેય કોઈ બહારની વ્યક્તિને ન બતાવો

આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ નીતિ ગ્રંથમાં એવી વાતો બતાવી છે જેને ફોલો કરનારા વ્યક્તિ જીવનમાં ક્યારેય દગો નથી ખાતા અને સુખી તેમજ સમૃદ્ધ જીવન જીવે છે.  નીતિ ગ્રંથમાં મહિલાઓ અને ધન સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતોને ગુપ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.  ધન કોઈપણ પુરૂષની તાકત હોય છે.  જો તે નષ્ટ થઈ જાય તો બધાને ન બતાવવુ જોઈએ. તેનાથી માન સન્માનમાં કમી આવે છે. લોકો મદદ કરવાને બદલે મજાક ઉડાવે છે. 
 
તમારા મનનુ દુખ સાર્વજનિક રૂપે વ્યક્ત ન કરવુ જોઈએ. સંસારમાં તમારા દુખ સમજનારા અથવા સાચા હિતેચ્છુ ખૂબ ઓછા હોય છે. મોટાભાગના લોકો દુખી વ્યક્તિને મજાકના પાત્ર બનાવે છે.  તેનાથી તેમનુ દુખ વધી જાય છે. 
 
પુરૂષોને પોતાના ઘર પરિવાર સંબંધિત બધી વાતો ન બતાવવી જોઈએ. ખાસ કરીને પોતાની પત્નીના ચરિત્રને લઈને કોઈપણ પ્રકારની ટિકા ટિપ્પણી ન કરવી જોઈએ. જો પુરૂષ આ વાતોનુ ધ્યાન ન રાખે તો ભવિષ્યમાં તેને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. 
 
એવુ કહેવાય છે કે એ જ વ્યક્તિ જ્ઞાની કહેવાય છે જે માન અપમાનને એક સમાન માને છે. પણ સમાજમાં રહેતા આવુ કરવુ દરેક માટે શક્ય નથી. જ્યારે ક્યારેય તમને અપમાનનો કડવો ઘૂંટ પીવો પડે તો તેને તમારા છાતીમાં દફન કરી દો. એ કોઈની પણ સામે વ્યક્ત ન કરો. તમારા મનની વાત દરેક કોઈની સામે બતાવવાથી અપમાનમાં વૃદ્ધિ થાય છે.