ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

હનુમાનજીને સિંદૂર કેમ ચઢાવવામાં આવે છે ?

સિંદૂર હનુમાનજીને શા માટે પ્રિય છે?

જ્યોતિષમાં,જણાવ્યું છે ,મંગળ ગ્રહ પ્રતિકૂળ હોવાને કારણે જીવનમાં પરેશાની આવે છે    શનિ મહારાજ પીડાદાયક છે,તેથી તેમને અનુકૂળ કરવા હનુમાનને સિંદૂર અર્પિત કરવુ જોઇએ.એનું કારણ છે કે હનુમાનજીને  સિંદૂર અર્પણ કરતા તેઓ ભક્ત પર ખુશ થાય છે. 
એવું કહેવાય છે કે હનુમાનજીને સિંદૂર અતિ પ્રિય છે પણ. પરંતુ પ્રશ્ન આ છે કે

સિંદૂર હનુમાનજી ને શા માટે પ્રિય છે?  
 
માતા સીતાએ જણાવ્યા હતા સિંદૂરના ગુણો...
 
એક સુંદર વાર્તા રામાયણમાં ઉલ્લેખ છે. આ વાર્તા કહે છે કે જ્યારે રામજી, લક્ષ્મણ અને સીતા સાથે અયોધ્યા પરત આવ્યા,તો એક દિવસ હનુમાનજી માતા સીતાના રૂમમાં પહુંચ્યા. તેમણે નોંધ્યું  કે માતા સીતા સિંદૂર માથામાં સજાવી રહી છે. 
 
હનુમાનજી ઉત્સુક થઈ પૂછ્યું , માતા આ શું છે જે તમે  માથામાં સજાવી રહ્યાં છો. માતા સીતાએ કહ્યું આ સૌભાગ્યનું પ્રતીક સિંદૂર છે એને માથામાં સજાવવાથી મને રામનો સ્નેહ મળશે અને તેમનું આયુષ્ય લાંબુ થશે. 
 
 

અને સિંદૂર બની ગયુ હનુમાનજીનું પ્રિય
હનુમાનજીએ વિચાર્યું કે ચપટી સિંદૂર લગાવવાથી રામજીની  ઉંમર વધે છે અને માતાને રામજીનો સ્નેહ મળે છે જો હું સમગ્ર શરીર પર સિંદૂર લગાવી લઉં  તો  ભગવાન રામ અમર રહેશે  અને મને પણ તેમનો પુષ્કળ પ્રેમ મળશે પછી તો  શું હતું ,હનુમાને પૂરા શરીર પર સિંદૂર લગાવી લીધુ અને રામજી ની સભામાં ગયાં. 
 
રામજીએ, હનુમાનને  એક આશ્ચર્યજનક રીતે જોયા .રામજીએ  હનુમાનજીને આ લેપ લગાવવાનુ  કારણ પૂછ્યું તો હનુમાનજીએ કહ્યું કે આવુ કરવાથી તમે અમર થઈ જશો અને મને પણ માતા સીતાની જેમ તમારો સ્નેહ મળશે. 
 
હનુમાનજીની આ વાત સાંભળી રામજીનું હ્રદય  ભરાઈ ગયુ અને હનુમાનજીને ગળે લગાવી દીધા. .એ સમયથી હનુમાનજીને સિંદૂર ખૂબજ પ્રિય છે અને સિંદૂર અર્પિત કરવા પર હનુમાનજી પ્રસન્ન થાય છે.