બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (15:43 IST)

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા ભોગવનાર ભાજપ આ આઠ બેઠકો પર ખાતુ પણ નથી ખોલાવી શક્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. છેલ્લા 27 વર્ષથી સત્તા વનવાસ પર રહેનાર કોંગ્રેસ 125 બેઠક જીતવાના દાવા કરી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ કહી રહી છે કે પાતળી બહુમતીથી સરકાર બનાવશે. ત્યારે ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ બેઠક જીતવાના દાવા કરી રહી છે. ત્યારે શરૂઆતથી લઈને આજ સુધી અમુક બેઠક પર નવા સીમાંકન બાદ 8 બેઠક પર ભાજપ જીતી શક્યું નથી.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એક હથ્થું ગુજરાતમાં શાસન કર્યું છે. ભાજપના મૂળિયાં મજબૂત થઈ ચૂક્યા છે. આ દરમિયાન હવે ગુજરાતની 2022ની ચૂંટણીને 2024 માટે સેમી ફાઇનલ ગણવામાં આવે છે ત્યારે ભાજપે આ ચૂંટણીમાં 182 બેઠક જીતવાનો દાવો કરી દીધો છે પરંતુ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર ભાજપને જીતવું એક સપનું બની રહ્યું છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને પોતાના પક્ષમાં તો લઈ લીધા પરંતુ હજુ આ બેઠકો પર ભાજપ જીતવા મરણિયા પ્રયાસ કર્યા પરંતુ હજુ ખાતું નથી ખોલાવી શકી.  ભાજપ માટે ગુજરાતની આ બેઠકો માથાના દુખાવા સમાન બની ચૂકી છે. જેમાં બોરસદ, ઝઘડીયા, આંકલાવ, વાંસદા, દાણીલીમડા, મહુધા, ગબરાડા અને વ્યારા બેઠક પર ભાજપને જીતવા માટે ધોળા દિવસે તારા દેખાઈ ચૂક્યા છે.

આ બેઠકો ઉપરાંત  દાણીલીમડા બેઠક 2012માં નવા સીમાંકરણ બાદ અસ્તિત્વમાં આવી છે. જેમાં 2012 અને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના નવસારીના લોકસભા વિસ્તારની સીટ વાંસદા છે. આ બેઠક પર 5 વખત ચૂંટણી યોજાઇ છે. તેમાં પણ ભાજપને એક પણ વખત સફળતા મળી નથી. આ બેઠક પાટીલ માટે ખૂબ અગત્યની ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત ગબરાડા બેઠક પર બે વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં બંને વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે આંકલાવ બેઠક પર બે વખત ચૂંટણી યોજાઇ છે જેમાં પણ ભાજપને જીદનો સ્વાદ ચાખવા મળ્યો નથી.