સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (23:29 IST)

જીવંતિકા વ્રત - કેવી રીતે કરશો જીવંતિકા વ્રત -Jivantika Vrat Vidhi

આજે છે શ્રાવણ માસનો શુક્રવાર, આજના દિનનો મહિમા અનેરો છે આજે માતાઓ પોતાના બાળકના રક્ષણ માટે મા જીવંતિકાનું વ્રત કરે છે. તો ચાલો આજે આ વ્રતના વિધી-વિધાન તથા તેની વાર્તા તથા આરતી આજે માણીએ 
 
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી.