બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (12:55 IST)

હનુમાનજીને કરો આ રીતે પ્રસન્ન, દૂર થશે ગ્રહદોષ અને ધનપ્રાપ્તિનો લાભ

તમામ દિવસોનું પોતાનું મહત્વ હોય છે. જો દિવસના અનુસાર કામ કરો તો દેવી-દેવતાની કૃપા તમારા પર બની રહે છે. હનુમાનજી મંગળવારના દેવતા માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી પહેલા મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો થોડાક જ  સમયમાં તમારું નસીબ બદલાઇ શકે છે 

ધન પ્રાપ્તિ માટે હનુમાનજીને પ્રસન્ન કરવાના 4 ઉપાય જાણવા ક્લિક કરો 

શ્રીરામના ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતા જ ભક્તોના તમામ દુ:ખ દૂર થઇ જાય છે. પૈસાથી જોડાયેલી સમસ્યાઓ સમાપ્ત થઇ જાય છે જાણો હનુમાનજીની પૂજાના ખાસ ઉપાયો:

જાણો હનુમાનજીની પૂજાના ખાસ ઉપાયો:
 
આ રીતે કરો નારિયેળનો ઉપાય : કોઇ પણ હનુમાન મંદિરમાં જાઓ, ત્યારે સાથે નારિયેળ લઇને જાઓ. મંદિરમાં નારિયેળે તમારા માંથા પરથી સાત વખત ફેરવો. ત્યારબાદ આ નારિયેળ હનુમાનજીની સામે ફોડી દો. આ ઉપાય કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે. શનિવારના હનુમાનજીના મંદિરમા 1 નારિયળ પર સાથિયો બનાવી અને હનુમાનજીને અર્પિત કરીને હનુમાનજીના ચાલીસાનો પાઠ કરો.
 
ચાર દિવેટનો દિવો :  હનુમાનજીની સામે મંગળવાર અને શનિવારના રાતે ચાર દિવેટનો દિવો કરો. આ એક નાનો પરંતુ ચમત્કારી ઉપાય છે. આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો ઘર-પરિવારની તમામ મુશ્કેલીઓનો સમાપ્ત થઇ જશે.
 
હનુમાનજીને સિંદુર ચઢાવો: - હનુમાનજીને સિંદુર અને તેલ અર્પિત કરો. જે રીતે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ અને સ્વામીની લાંબા આયુ માટે સિંદૂર લગાવે છે એ જ રીતે હનુમાનજી પણ પોતાના ભગવાન શ્રીરામ માટે પૂરા શરીરમાં સિંદૂર લગાવે છે. જે વ્યકિત મંગળવારે  હનુમાનજીને  સિંદૂર અર્પિત કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. 
 
પીપળના ઝાડ નીચે હનુમાન ચાલીસા : - કોઇ પણ પીપળના ઝાડને જળ ચઢાવી અને સાત વખત પરિક્રમા કરો. ત્યાર બાદ પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.