સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (12:41 IST)

સાનિયા મિર્ઝા ઑસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સ ફાઇનલમાં હારી, કારકિર્દીની અંતિમ ગ્લૅન્ડસ્લૅમ

saniya mirza
ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ઑસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સની ફાઇનલ મૅચ હારી ગઈ છે.
 
સાનિયા અને બોપન્નાની જોડીને બ્રાઝિલના રાફેલ માટોસ અને લુઇસા સ્ટેફનીની જોડીએ 6-7, 2-6થી હરાવી હતી.
 
આ સાનિયા મિર્ઝાની કારકિર્દીની આ અંતિમ ગ્લૅન્ડસ્લૅમ હતી.
 
તેઓ 19 ફેબ્રુઆરીથી દુબઈમાં શરૂ થનારી ડબ્લ્યૂટીએ 1000 ટેનિસ ચૅમ્પિયનશિપમાં તેમની અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ રમશે અને ત્યારબાદ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.
 
સાનિયા મિર્ઝા, રોહન બોપન્નાએ આ મૅચ લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે 6-7, 2-6થી હારી ગયાં હતાં.
 
સાનિયા મિર્ઝાએ વર્ષ 2014માં બ્રૂનો સોરેસ સાથે મિક્સ ડબલ્સનો તેમનો અંતિમ ખિતાબ જીત્યો હતો.