ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 જુલાઈ 2020 (12:08 IST)

સ્પામાં ધોળેદહાડે લૂંટ, ચાર લોકોએ મહિલાના ગળા પર ચાકૂ મૂકીને 28 હજાર લઇ ગયા

સ્પામાં ઘૂસેલા ચાર લોકો મહિલાના ગળા પર ચાકૂ લગાવીને ધોળેદહાડે 28 હજાર રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયા લૂંટની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં સનસની મચી ગઇ છે. આ વિસ્તારોમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર ભેસ્તાન ચાર રસ્તા પર સ્થિત સુમતિ એપાર્ટમેન્ટમાં રહેનાર મધુ જાયસવાલ વેસૂ, વીઆઇપી રોડ પર સ્પા ચલાવે છે. 
 
20 જુલાઇના રોજ બપોરે 3:30 વાગે અજાણ્યા વ્યક્તિ સ્પામાં ઘૂસી ગયા અમે મધુ જાયસવાલ અને ત્યાં કામ કરનાર રોશનીના ગળા પર ચાકૂ લગાવીને ટેબલ પર પડેલા 22 હજારની કિંમતના ત્રણ મોબાઇલ, નાક અને કાનમાં પહેરેલા 5500 રૂપિયાના ઘરેણા અને 1100 રૂપિયા કેસ સહિત 28600 રૂપિયાનો સામાન લૂંટીને ફરાર થઇ ગયા. સ્પા મલિક જાયસવાલના જણાવ્યા અનુસાર ચારે લૂંટારા પોતાના ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. ચારેયની ઉંમર 20 થી 25 વર્ષની હતી ઉમરા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસીની કલમ 392, 397, 114 અને જેપી એક્ટ 135(1) હેઠળ ફરિયાદ નોંધાવી છે. 
 
મધુ જાયસવાલે જણાવ્યું કે તેના પરિવારની આર્થિક સ્થિતિ ઠીક નથી. એટલા માટે 4 મહિના પહેલાં જ વેસૂ, વીઆઇપી રોડ સ્થિત રૂંગટા શોપિંગ સેન્ટરના બીજા માળે દુકાન નંબર એમ-3માં જિમ્મૂ ન્યૂ સ્પા એન્ડ મસાજ પાર્લર ચાલૂ કર્યું હતું. મધુ જાયસવાલે લોકડાઉન બાદ 7 દિવસ પહેલાં જ સાફ-સફાઇ કરીને ફરીથી ચાલુ કરી હતી. 
 
ચારેય લૂંટારા અચાનક દુકાનમાં ઘૂસી ગયા અને ચાકૂ બતાવીને રૂપિયા માંગવા લાગ્યા. રૂપિયા ન આપતાં ચાકૂ ગળા પર મૂકી દીધું અને કાનના ઘરેણા નિકાળવા કહ્યું. સ્પામાં કામ કરનાર રોશની વોશરૂ ગઇ હતી. બહાર આવતાં જ તે પકડાઇ ગઇ અને ચાકૂ બતાવીને 1100 રૂપિયા લૂંટી લીધા હતા