ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2020 (11:03 IST)

સુરત પોલીસનો સપાટો, 10 સ્પા સેન્ટરોમાં રેડ પાડી 18 વિદેશી યુવતિઓની કરી ધરપકડ

શહેરમાં દિવસે ને દિવસે સ્પા અને મસાજના નામે ગોરખધંધો ફૂલી ફાલી રહ્યો છે. ત્યારે સુરત પોલીસે સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલે રહેલા 10 સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. જેમાં 18 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ સ્પાના કર્મચારીઓની પણ અટકાયત કરાઈ છે. આ વિદેશી મહિલાઓ ટુરિઝમ વીઝા પર આવીને સ્પામાં કામ કરતી હતી. બે મહિના અગાઉ પણ 15 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.  
 
ડીસીપી ઝોન-3 વીડી ચૌધરીને રાહુલરાજ મોલમાં ચાલી રહેલા સ્પા સેન્ટર વિશે માહિતી મળી હતી. જેથી તેમણે ઉમરા પોલીસને મેસેજ અંગે વિરિફિકેશન માટે મોકલી હતી. ડુમસ રોડ પર આવેલા રાહુલરાજ મોલમાં ઘણા બધા સ્પા ચાલે છે. ત્યારે મોલમાં 10થી વધુ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ સ્પામાંથી 18 વિદેશી મહિલાઓ મળી આવી છે. હાલ તેમના પ્રમાણપત્રોનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું.  વિદેશી મહિલાઓ ટુરિસ્ટ્સ વીઝા પર આવીને અહી કામ કરતી હોય છે. આવા કિસ્સામાં તેમને નારી સુરક્ષામાં મોકલીને ત્યાંથી તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના 18 ડિસેમ્બરના રોજ પણ સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા 13 જેટલા સ્પા સેન્ટરોમાં રેડ પાડી હતી. સુરતના ડુમસ રોડ, અડાજણ, રાંદેર, સિટીલાઈટ તેમજ પીપલોદ જેવા વિસ્તારોમાં આવેલા સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ સ્પામાંથી 27 જેટલી થાઈલેન્ડની યુવતીઓ પકડાઈ હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આ યુવતીઓ વર્ક પરમિટ વગર ભારતમાં કામ કરી રહી હતી. પીસીબીની ટીમે યુવતીઓની સાથે સ્પાના મેનેજરોની ધરપકડ કરાઈ હતી.