Buddha Purnima wishes- બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ
બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
જીવનમાં હજારો લડાઈઓ જીતવા કરતા સારુ છે ખુદ પર વિજય પ્રાપ્ત કરવો. જો ખુદ પર વિજય પ્રાપ્ત કરી લીધો તો પછી જીત હંમેશા તમારી રહેશે. તમારી પાસેથી કોઈ છીનવી નહી શકે.
બુદ્ધ કહે છે કે માણસ જેવુ વિચારે છે તેના વિચાર એવા જ થઈ જાય છે. એ એવો જ બની જાય છે. કોઈ માણસ ખરાબ વિચાર સાથે બોલે છે કે કામ કરે છે તો તેને કષ્ટ જ મળે છે. જો કોઈ વ્યક્તિ શુદ્ધ વિચારો સાથે બોલે છે કે કામ કરે છે તો તેને જીવનમાં ખુશીઓ મળે છે.
બુદ્ધમ શરણંમ ગચ્છામિ
હુ બુદ્ધની શરણમાં જઉ છુ
ધમ્મમ શરણમ ગચ્છામિ
હુ ધમ્મની શરણમાં જઉ છુ
સંઘમ શરણમ ગચ્છામિ