ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : સોમવાર, 3 મે 2021 (07:42 IST)

ચાણક્ય નીતિ - આ 3 વસ્તુઓમાં સંતોષ રાખનારા જ વિતાવે છે સુખી અને ખુશહાલ જીવન, તમે પણ જાણી લો

ચાણક્ય નીતિ: મનુષ્યનો સ્વભાવ છે કે તેને ક્યારેય સંતોષ થતો  નથી. તેની ઈચ્છાઓ ઘણી હોય છે. તે દિવસો દિવસ વધુને વધુ મેળવવાની ઈચ્છા રાખે છે. ચાણક્ય કહે છે કે કેટલીક વસ્તુમાં વ્યક્તિને સંતોષ કરવો જોઈએ.  જો આ વસ્તુઓમાં આપણે સંતોષ નહી કરીએ તો જીવન કષ્ટકારી બની શકે છે. જો કે કેટલાક સ્થાન પર વ્યક્તિને અસંતોષ પણ દેખવવો જોઈએ. ચાણક્યએ એક શ્લોકમાં વર્ણન કર્યુ છે કે કંઈ વસ્તુઓને લઈને માણસે સંતોષ કરવો જોઈએ અને કંઈ વસ્તુઓમાં નહી. વાંચો આજની ચાણક્ય નીતિ... 
 
સંતોષષસ્ત્રિષુ કર્તવ્ય: સ્વદારે ભોજને ઘને 
ત્રિષુ ચૈવ ન કર્તવ્યો અધ્યયને જપદાનયો: 
 
ચાણક્ય કહે છે કે જો પત્ની સુંદર ન હોય તો પણ સંતોષ કરવો જોઈએ. કેવી પણ પરિસ્થિતિ કેમ ન હોય, પણ લગ્ન પછી ક્યારેય કોઈ પુરૂષે અન્ય સ્ત્રીની પાછળ ન ભાગવુ જોઈએ. આવુ કરવાથી તેનુ જીવન બરબાદ થઈ શકે છે. દરેક વ્યક્તિએ પત્નીની બાહરી સુંદરતાથી વધુ તેના ગુણોને જોવા જોઈએ. એક સશીલ અને સંસ્કારી પત્ની કોઈપણ વ્યક્તિનુ જીવન ખુશીઓથી ભરી શકે છે. 
 
ચાણક્ય આગળ કહે છે કે ભોજન ભલે કેવુ પણ મળે, પણ તેને હંમેશા પ્રસાદ સમજીને ગ્રહણ કરવુ જોઈએ.  દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને બે ટાઈમ ભોજન પણ નસીબમાં નથી હોતુ.  તેથી જ્યારે પણ આવા વિચારો આવે, ત્યારે હંમેશાં તેમના વિશે વિચારવું જોઈએ. ચાણક્ય કહે છે કે ભોજન નસીબવાળાના  ભાગ્યમાં જ હોય છે. 
 
ચાણક્ય કહે છે કે માણસ પાસે જેટલુ પણ ધન હોય તેનાથી જ સંતોષ કરવો જોઈએ. રૂપિયાની ચાહતમાં ક્યારેય ખોટા કામ ન કરવા જોઈએ કે ન તો કોઈના ધન પર ખરાબ નજર નાખવી જોઈએ. ચાણક્ય કહે છે કે આ ટેવ જીવનમાં આગળ જઈને મુશ્કેલીઓમાં નાખી દે છે. તેથી આવકના હિસાબથી જ ધન ખર્ચ કરવુ જોઈએ અને તેમા સંતોષ કરવો જોઈએ. 
 
ચાણક્ય આગળ જણાવે છે કે છેવટે વ્યક્તિએ કંઈ વાતોમાં અસંતોષ રાખવો જોઈએ. મતલબ હંમેશા આગળ વધવાની ઈચ્છા ન હોવી જોઈએ. નીતિશાસ્ત્ર મુજબ અભ્યાસ, દાન  અને તપમાં વ્યક્તિએ ક્યારેય પણ સંતોષ ન કરવો જોઈએ.