ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 31 જુલાઈ 2021 (11:46 IST)

Tokyo Olympics, Hockey: વંદના કટારિયાએ હૈટ્રિક બનાવીને રચ્યો ઈતિહાસ, ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ

ભારતીય મહિલા ટીમ (Indian womens hockey team) એ કરો યા મરો મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 4-3 થી હરાવ્યુ છે. ભારત તરફથી વંદના કટારિયા (Vandana Katariya) એ ત્રણ અને નેહા ગોયલ  (Neha Goyal) એ એક ગોલ બનાવ્યો. વંદના કટારિયા પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. જેણે ઓલંપિકના કોઈ મેચમાં હેટ્રિક બનાવી હોય. ભારતીય હોકી ટીમ આગામી પ્રવાસ પર જવાની આશા હજુ પણ કાયમ છે. બ્રિટન જો આયરલેંડને આજે હરાવી દે છે તો ભારત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી જશે. 
 
વંદના કટારિયાએ પહેલા ક્વાર્ટરે ભારતને શાનદાર શરૂઆત અપાવતા ચોથી મિનિટમાં ગોલ દાગ્યો. જો કે પહેલા ક્વાર્ટરના અંતિમ ક્ષણોમાં દક્ષિણ આફ્રિકાએ બરાબરીનો ગોલ કર્યો. બીજી ક્વાર્ટરમાં પણ વંદનાએ આક્રમક રમત બતાવી અને સ્કોર 2-1 કરી નાખ્યો. દક્ષિણ આફ્રિકાએ જો કે ભારતની ખૂબ જ નબળી દેખાતી ડિફેંસ લાઈનને બીજી વાર ભેદી નાખી. પહેલા હાફમાં મુકાબલો 2-2થી બરાબરી પર રહ્યો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે એકવાર ફરી જોરદાર શરૂઆત કરતા નેહા ગોયલના ગોલની મદદથી પોતાની બઢત 3-2 કરી લીધી હતી. પણ દક્ષિણ આફ્રિકાએ જોરદાર કમબેક કરતા ત્રીજો ગોલ દાગ્યો. મેચની 49મી મિનિતમાં કટારિયાએ ત્રીજો ગોલ કરતા ભારતને 4-3 થી આગળ કરી નાખ્યુ જે નિર્ણાયક સાબિત થયુ. દક્ષિણ આફ્રિકા માટે ટૈરિન ગ્લાસ્બી, કપ્તાન એરિન હંટર અને મારિજેન મરાઈસે ગોલ બનાવ્યા. 
 
આ સિવાય આજે ભારતની પીવી સિંધુ મહિલા બેડમિન્ટનની સિંગલ્સ મુકાબલાની સેમી-ફાઇનલ મેચ રમશે. સિંધુનો મુકાબલો ચાઈનીઝ તાઈપે કી તાઈ ઝુ યિંગ સામે થશે. યિંગ વિશ્વ નંબર-1ખેલાડી છે. તેના સિવાય પૂજા રાની પણ બોક્સિંગમાં મેડલ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.