રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified બુધવાર, 3 એપ્રિલ 2019 (14:51 IST)

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા - દયાબેનને લઈને આવી આ Shocking News

ટીવીની પ્રખ્યાત કોમેડી સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ના ફેંસ માટે એક શોકિંગ સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ દયાબેનુ પાત્ર ભજવનારી દિશા વકાની હવે શો માં પરત નહી આવે. બોમ્બે ટાઈમ્સની રિપોર્ટ મુજબ તેમની સાથે વાત કરતા શો ના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ, 'મને નવી દયાબેનની શોધ શરૂ કરવી પડશે. કોઈપણ શો થી મોટુ નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નવા ચેહરા સાથે આગળ વધશે. કારણ કે દયા બેન વગર શો ની ફેમિલી અધૂરી છે.'
 
 અસિતે કહ્યુ, આ દેશમાં અનેક કામકાજી મહિલાઓ પ્રેગનેંટ હોય છે. મૈટરનિટી બ્રેક લે છે. અને પછી પરત કામ પર આવી જાય છે. આજે મહિલાઓ બાળકો થયા પછી પણ કામ કરી રહી છે. અમે દિશાને બ્રેક આપ્યો. પણ અમે હંમેશા તેની રાહ નથી જોઈ શકતા. 
 
અસિતે આગળ કહ્યુ 'કોઈપણ એક્ટ્રેસને રિપ્લેસ કરવી રાતોરાત થનારો પ્રોસેસ નથી. એક મહિના પહેલા સ્ટોરીનો ટ્રેક એડવાંસમાં તૈયાર કરવો પડે છે.  હાલ અમે દયાબેનના પાત્ર માટે ઓડિશનના શરૂઆતી પ્રોસેસને શરૂ કરી દીધુ છે.  અમને હાલ નથી ખબર કે ભવિષ્યમાં શુ થશે પણ હુ એટલુ જ કહીશ કે શો મસ્ટ ગો ઓન.