શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2017 (10:22 IST)

ધ કપિલ શર્મા શો : સુનીલના કમબેક સાથે આવી એક મોટી ખુશખબર

કપિલ શર્મા શો ના ફેંસ માટે એક ખુશખબર આવી હતી કે સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે સુમેળ થઈ ગયો છે અને હવે સુનીલ પરત શો માં આવી શકે છે. પણ આ ખુશખબરી સાથે જ એક સારા સમાચાર સાંભળવા મળ્યા છે જેને સાંભળીને તમે તમારી ખુશી રોકી નહી શકો. 
 
શો ના ફેન્સ આ લડાઈને લઈને ખૂબ દુખી હતા. આ લડાઈ એટલી મોટી હતી કે સુનીલે શો કરવો જ બંધ કરી દીધો હતો. સુનીલ સાથે ચંદુનુ પાત્ર નિભાવનારા ચંદન પ્રભાકરે પણ શો છોડી દીધો હતો. 
 
સમાચારનુ માનીએ તો ફક્ત સુનીલ જ નહી પણ ચંદન પ્રભાકર પણ બધી જૂની વાતો ભૂલીને શો માં આવવા તૈયાર છે.   ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા 16 માર્ચના રોજ પોતાની આખી ટીમ સાથે યાત્રા કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને ડ્રિંક કરી રાખી હતી. જ્યારપછી તે આખી ટીમ પર ગુસ્સે થવા માંડ્યા. પછી સુનિલને કપિલે ઘણુ ખરુ ખોટુ સંભળાવ્યુ. 
 
ખુશખબર એ છે કે ચંદન પિતા બની ગયા છે. જી હા, ચંદને પોતે આ માહિતી આપી છે. તેમણે ફેસબુક પર પોતાની પુત્રીની ફોટો શેયર કરી છે. ચંદન પોતાની પુત્રીને ખોળામાં લઈને બેસ્યા છે. તેમણે લખ્યુ છે, 'હુ અને મારી પુત્રી... આ અહેસાસ માટે કોઈ શબ્દ નથી.. પ્રેમ.. 
 
 
તેમણે આ ફોટો ઉપરાંત, પોતાની પુત્રીના જન્મ સાથે સંબંધિત એક પોસ્ટ પણ શેયર કરી છે. તેમણે લખ્યુ છે, "કેટલી સુંદર સવાર છે. જો હુ શબ્દો દ્વારા બતાડવા માંગુ તો આ મારો અહેસાસ સીમામાં બાંધવા જેવુ હશે, જ્યારે કે અહેસાસની કોઈ સીમા નથી. પણ હુ આખી દુનિયા સાથે મારો આ અહેસાસ શેર કરવા માંગુ છુ. હા.. આ અહેસાસ છે પિતા બનવાનો.. અને હુ હવે પિતા છે એક પ્યારી પુત્રીનો પિતા.. ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર..