મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2024 (18:13 IST)

Valsad News - શિવલિંગ પર જળ ચઢાવી રહેલ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, એક જ ઝટકામાં થયુ મોત - CCTV ફુટેજ વાયરલ

heart attack
heart attack
ગુજરાતમાં હાર્ટ અટેકનો સિલસિલો ચાલુ છે. હાર્ટ એટેક આવવાથી વલસાડમાં વધુ એક દુખદ મોત થયુ છે. હવે મંદિરમાં પૂજા કરી રહેલ વ્યક્તિનુ હાર્ટ એટેકથી મોતનો હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે.  હાર્ટ એટેક આવતા પૂજા કરતા કરતા અચાનક વ્યક્તિ જમીન પર પડી ગયો અને હોસ્પિટલ પહોચતા પહેલા જ તેનુ મોત થઈ ગયુ.  આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 
 
રોજ આરતી કરવા જતા હતા મંદિર 
ઘટના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરની છે. જે વ્યક્તિને હાર્ટ અટેકથી મોત થયુ છે તેની ઓળખ 62 વર્ષીય કિશોર ભાઈ પટેલના રૂપમાં થઈ છે. કિશોરભાઈ પટેલ વલસાદના પારનેરા હિલ પર સ્થિત મહાદેવજીના મંદિરમાં રોજ આરતી માટે જતા હતા. રોજની જેમ મંગળવારની સવારે પણ કિશોરભાઈ મહાદેવની આરતી કર્યા બાદ સવારે 6.48 વાગે શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવી ગયો. જેનાથી તેમનુ મોત થઈ ગયુ. 
 
મંદિર પરિસરમાં સનસની ફેલાઈ 
સીસીટીવીમાં જોઈ શકાય છે કે ત્રણ ચાર લોકો પૂજા કરી રહ્યા છે. આ દરમિયાન એક કિશોર ભાઈને હાર્ટ અટેક આવી જાય છે. જેનાથી તે જમીન પર પડી જાય છે.  આ દરમિયાન ત્યા હાજર અન્ય લોકો તેમને સીપીઆર આપી રહ્યા છે પણ ત્યા સુધી તેમનુ મોત થઈ જાય છે. આ ઘટનાથી મંદિરમાં હાજર અન્ય લોકો પણ ચોંકી જાય છે અને મંદિરમાં સનસની ફેલાય ગઈ. કિશોર ભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. હાલ આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.